Not Set/ અપરાધ/ ‘ગુના’નું ગણિત – દેશમાં મહિલાઓ સામેના ગુનાઓમાં સતત ત્રીજા વર્ષે વધારો, રિપોર્ટ બે વર્ષ મોડો

સરકારે જાહેર કરેલા આંકડાઓમાં સૌથી વધારે ગુનાઓ મહિલાઓ સામે નોંધાયા છે. સમગ્ર દેશમાં જેટલા કુલ ગુના નોંધાયા છે. તેમાંથી સૌથી વધારે ગુના મહિલાઓની વિરૂદ્ધમાં દાખલ થયા છે. 2017માં પતિ અથવા નજીકના સંબંધીઓ દ્વારા કરવામાં આવેલી ક્રુરતાના 33.2% કિસ્સાઓ સામે આવ્યા છે..ત્યાર બાદ મહિલાઓ પર હુમલાના ઇરાદે કરવામાં આવેલા અપહરણની 27.3% ટકા ધટનાઓ અને બળાત્કારની 10.3% […]

Top Stories India

સરકારે જાહેર કરેલા આંકડાઓમાં સૌથી વધારે ગુનાઓ મહિલાઓ સામે નોંધાયા છે. સમગ્ર દેશમાં જેટલા કુલ ગુના નોંધાયા છે. તેમાંથી સૌથી વધારે ગુના મહિલાઓની વિરૂદ્ધમાં દાખલ થયા છે. 2017માં પતિ અથવા નજીકના સંબંધીઓ દ્વારા કરવામાં આવેલી ક્રુરતાના 33.2% કિસ્સાઓ સામે આવ્યા છે..ત્યાર બાદ મહિલાઓ પર હુમલાના ઇરાદે કરવામાં આવેલા અપહરણની 27.3% ટકા ધટનાઓ અને બળાત્કારની 10.3% ટકા ઘટનાઓ સામે આવી છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના છેલ્લાં આંકડા મુજબ, 2017 માં દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના 3,59,849 કેસ નોંધાયા હતા..મહિલાઓ સામેના ગુનાઓમાં સતત ત્રીજા વર્ષે વધારો થયો છે..2015 માં, મહિલાઓ સામે ગુનાના 3,29,243 કેસ નોંધાયા હતા અને 2016 માં 3,38,954 કેસ નોંધાયા હતા. મહિલાઓ વિરુદ્ધના ગુનાના નોંધાયેલા કેસોમાં હત્યા, બળાત્કાર, દહેજની હત્યા, આપઘાતનો ત્રાસ, એસિડ એટેક, મહિલાઓ સામે ક્રૂરતા અને અપહરણ વગેરેનો સમાવેશ થાય છે. એનસીઆરબીના આંકડા મુજબ, ઉત્તર પ્રદેશમાં 56,011મહત્તમ કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 31,979 કેસ નોંધાયા હતા. મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળમાં 30,992, મધ્યપ્રદેશમાં 29,778, રાજસ્થાનમાં 25,993 અને આસામમાં 23,082 કેસ નોંધાયા છે..રિપોર્ટ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારના કેસો સર્વકાલિન નીચી સપાટીએ પહોંચી ગયા છે…

ખાસ કરીને મધ્યપ્રદેશમાં મહિલાઓ પર અપરાધની ઘટનાઓમાં વધારો થયો છે…મહિલાઓ વિરૂદ્ધ થનારા અપરાધમાં દેશમાં સૌથી પહેલાં નંબરે ઉત્તરપ્રદેશ છે…તો એનસીઆરસીના આંકડાઓ મુજબ 2017ની સરખામણીમાં 2017માં મધ્યપ્રદેશમાં મહિલાઓ પર અપરાધની સૌથી વધારે ઘટનાઓ જોવા મળી. 2017માં મધ્યપ્રદેશમાં પપ૯૯ મહિલાઓ સાથે જબરજસ્તીની ઘટનાઓ સામે આવી.. મહિલાઓ સાથે અત્યાચારનો આ આંકડો ત્યારે શરમજનક લાગે છે જયારે 3082 જેટલી માસુમ બાળકીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. એક વર્ષમાં ત્રણ હજારથી વધુ માસુમો સાથેની ઘટનામાં મધ્યપ્રદેશ દેશનું સૌથી પહેલુ રાજય છે…મધ્યપ્રદેશમાં મહિલાની વિરૂદ્ધ અપરાધમાં 8.3 ટકા વધારો થયો છે. જયારે ઓવરઓલ ક્રાઇમની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં 8.8 ટકા ગુનામાં વધારો થયો છે. મધ્યપ્રદેશમાં મહિલાઓ સાથે થયેલા ગુનાની સંખ્યા 2015માં 24 હજાર 231 હતી. જે 2016માં 26 હજાર 604 હતી.અને વર્ષ 2017માં 29 હજાર 788 કેસ નોંધાયા હતા.

તો મધ્યપ્રદેશમાં વર્ષ 2017માં સમગ્ર દેશમાં સૌથી વધારે મહિલાઓ સાથે અપરાધના કુલ 56,011 કેસ દાખલ કરવામાં આવ્યા. જયારે બીજા સ્થાન પર મહારાષ્ટ્ર રહયું. મહારાષ્ટ્રમાં આ પ્રકારના અપરાધોની સંખ્યા 31,979 હતી. પશ્વિમ બંગાળનું સ્થાન અપરાધની દુનિયામાં ત્રીજા નંબરે રહયું. અહી મહિલાઓ સાથે 30,002 ગુનાઓ નોંધાયા છે. તે ઉપરાંત મધ્યપ્રદેશમાં 29,778 અને રાજસ્થાનમાં 25,993 તો આસામમાં 23,082 ઘટનાઓ સામે આવી છે.

વાર્ષિક રીપોર્ટ 2017 પ્રમાણે દેશમાં ગુનાઓની કુલ 3,59,849 ઘટનાઓ સામે આવી..તેની સંખ્યા વર્ષ 2015માં 3.2 લાખથી વધારે હતી…અને 2016માં આ સંખ્યા વધીને 3,38,954 થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે એન.સીઆર.બી. વિભાગ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દેખરેખ હેઠળ આવે છે. જે દેશમાં ગુનાઓના આંકડા એકઠા એકત્ર કરીને તેનું વિશ્લેષણ કરે છે. એવુ પહેલીવાર બન્યુ છે કે પ્રત્યેક વર્ષની સરખામણીમાં એન.સીઆર.બી.એ આંકડા જાહેર કરવામાં બે વર્ષનો વિલંબ કર્યો છે. અને 2017નો ગુનાખોરીનો રિપોર્ટ હાલ 2019માં આપવામાં આવી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.