Kutch News : કચ્છની સરહદથી વધુ એક વાર ઘૂસણખોર ઝડપાયો છે. આજે કચ્છની બોર્ડર પર બીએસએફના જવાનોને સંદિગ્ધ ગતિવિધિ જણાઈ આવી હતી. પ્રજાસત્તાક દિવસે પાકિસ્તાની ઘૂસણખોરની ઝડ્પતા બોર્ડર પર ચકચાર. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આજે બીએસએફના જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, બીએસએફના જવાનોને સંદિગ્ધ ગતિવિધિ જણાઈ આવતાં તેમણે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં જોઈને તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, પૂછપરછમાં આ વ્યક્તિ પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો ખાવર નામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલમાં બીએસએફ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક દિવસ હોવાથી બીએસએફ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવી છે. આ પહેલા પણ કચ્છની સરહદેથી અનેક વખત પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા છે.
@ Dinesh Jogi, Kutch
આ પણ વાંચો: પદ્મશ્રી દયાળમુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ
આ પણ વાંચો: દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર
આ પણ વાંચો: પદ્મશ્રી હેમચંદ્રએ એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત
