Japan News:જાપાન એરલાઈન્સ (Japan Airlines) પર સાઈબર એટેક થયો છે, જેના કારણે કેટલીક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને (International flights) અસર થઈ છે, આ સાથે જ ટિકિટનું વેચાણ પણ બંધ કરવું પડ્યું છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ કેટલીક ખામીઓને કારણે મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગી છે.

ટ્વિટર પર જારી કરાયેલા એક નિવેદનમાં એરલાઈને કહ્યું કે કંપની અને તેના ગ્રાહકોને જોડતા નેટવર્ક ઈક્વિપમેન્ટમાં આજે સવારે 7:24 વાગ્યાથી ખામી અનુભવાઈ રહી છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને આનાથી અસર થવાની શક્યતા છે. અન્ય પોસ્ટમાં, જાપાન એરલાઈન્સે જણાવ્યું હતું કે તેણે સવારે 8:56 વાગ્યે સમસ્યાનું કારણ ઓળખ્યું અને પગલાં લીધાં. અમે સિસ્ટમ પુનઃપ્રાપ્તિ સ્થિતિ તપાસી રહ્યા છીએ.

પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આજે પ્રસ્થાન થનારી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. એરલાઇન્સે તેમના મુસાફરોની માફી માંગી અને કહ્યું કે તેઓ કોઈપણ અસુવિધા માટે માફી માંગે છે.
જાપાન એરલાઇન્સની પોસ્ટ

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇનની બેગેજ ચેક-ઇન સિસ્ટમમાં સમસ્યાને કારણે જાપાનના કેટલાંક એરપોર્ટ પર એક ડઝનથી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. જો કે, તેણે નોંધ્યું છે કે ત્યાં કોઈ મોટી ફ્લાઇટ કેન્સલેશન અથવા મોટી વિક્ષેપો નથી. એએફપીના અહેવાલ મુજબ, આ સમાચાર બહાર આવ્યા પછી, જેએએલના શેરમાં સવારના વેપારમાં 2.5 ટકાનો ઘટાડો થયો હતો, જોકે તે પછીથી થોડો સુધર્યો હતો.
આ પણ વાંચો:ઉત્તર કોરિયાએ સંદિગ્ધ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી,જાપાને કર્યો દાવો
આ પણ વાંચો:બધે બાખડતા ચીન અને ઉત્તર કોરીયાનો જાપાને શોધી કાઢ્યો વળતો ‘જવાબ’
આ પણ વાંચો:જાપાને ‘મૂન સ્નાઈપર’ને સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ કરાવીને રચ્યો ઇતિહાસ
