Valsad News/ પુત્રી પર દુઃખનો પહાડ તૂટ્યો; દીકરી બોર્ડની પરીક્ષા આપે તે પહેલા થયું પિતાનું મોત, તે અશ્રુભીની આંખે પિતાના મૃતદેહને પગે લાગી પરીક્ષા આપવા ગઈ

વલસાડ કપરાડાના કાજલી ગામની દીકરી બોર્ડની પરીક્ષા આપે તે પહેલા કુદરતે પરીક્ષા લીધી, મળસકે હાર્ટએટેકથી મૃત્યુ પામેલા પિતાના મૃતદેહને પગે લાગી દીકરી બોર્ડની પરીક્ષા આપવા ગઈ, ઘરમાં પિતાનો મૃત્યુદેહ મુકાયો હતો, અને પરિવાર દ્વારા હુંફ આપવામાં આવી અને દીકરી અશ્રુ ભીની આંખે હિમ્મત ભેર પરીક્ષા આપવા ગઈ, જોઈએ મંતવ્ય ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં…

Top Stories Gujarat Others Mantavya Vishesh

Valsad News : વલસાડ જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા નો પ્રારંભ થયો છે અને આ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ ઘણો તાણ અનુભવતા અને તેવા સમયે માતા અને પિતા પોતાના સંતાનોને હિંમત આપતા હોય છે, પરંતુ આવા કટોકટીના સમયે જ હિંમત આપનાર પિતા જ સાથ છોડી જાય તો સંતાનો કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય અને તેને ઉજાગર કરતો કિસ્સો વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા.. જે આદિવાસી બહુમૂલ્ય ધરાવતો વિસ્તાર કપરાડામાં સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાજલી ગામે રહેતી ધોરણ 10ની વિદ્યાર્થીનીએ 27મી ફેબ્રુઆરી ગુરુવારથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા જાય તે પહેલાં જ મળશકે પિતાને હાર્ટએટેકનો હુમલો આવ્યો અને પિતાનું મૃત્યુ થયું. ઘરમાં એક તરફ પિતાનો મૃતદેહ અને પુત્રીનું હૈયાફાટ રૂદન એવા કપરા સમયમાં પરિવારના સ્વજનોએ સ્થાવના આપતા દીકરી મક્કમ મને બોર્ડની પરીક્ષા આપવા ગઈ, પિતાના નિશ્ચેચેતન દેહને રુદમ સાથે પગે લાગી બોર્ડના પ્રથમ દિવસે જ પરીક્ષા આપવા ગઈ. દિકરીની આવી વિપતી ટાણે દાખવેલી હિંમત સૌ ગ્રામજનોએ બિરદાવી હતી.

“દીકરી એ પિતાના હૃદયનું ધબકાર, પિતા એ દીકરીના જીવનનો આધાર”

કપરાડાના કાજલી ગામની દીકરી  બોર્ડની પરીક્ષા આપે તે પહેલા કુદરતે પરીક્ષા લીધી, કપરાડા તાલુકાના નાનાપોઢાની એન. આર. રાઉત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ધોરણ 10 માં ભણતી વિદ્યાર્થીની જીયા પટેલ બોર્ડની પરીક્ષાની તૈયારીમાં લાગી હતી. ભણવામાં હોશિયાર જીયા પ્રથમ પેપરનું વાંચવાનું પૂર્ણ કરી સુઈ ગઈ હતી, પરંતુ વિધિના લેખ કોઈ જાણતું નથી, તેવી જ ઘટના એવી બની કે માણસ કે જીયાના પિતા દીપકભાઈ બાબુભાઈ પટેલને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને સારવાર દરમિયાન હૃદય રોગના હુમલામાં પિતાનું મૃત્યુ થયું હતું.

એક તરફ પિતાનો મૃતદેહ બીજી તરફ પેપર

આ ઘટનાના પગલે સમગ્ર પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા અને બોર્ડની પરીક્ષા આપવાની તૈયારીમાં પડેલી જીયાની હાલત પણ કફોડી થઈ ગઈ કારણ કે 10 મા ધોરણની પરીક્ષામાં હિંમત આપનાર પિતાની છત્ર છાયા જ ગુમાવી ચૂકી હતી. જે પિતાએ દીકરીને આગળ ભણાવવાના સપના સેવ્યા હતા તે પિતાનો જ મૃતદેહ વહેલી સવારે ઘરના આંગણા પાસે આવ્યો હતો. દીકરીએ પિતાના મૃતદેહ જોતા જ  હૈયાફાટ રુદન રોવાનું શરૂ કરી દીધું હતું અને બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા જવાની તૈયારી કરી રહી હતી એક તરફ પિતાનો મૃતદેહ અને બીજી તરફ પિતાના સેવેલા સપના સાકાર કરવા…

ઘરમાં પિતાનો મૃતદેહ મુકાયો અને પરિવારે હુંફ આપતા દીકરી પરીક્ષા આપવા પહોંચી

સ્વાભાવિક પણે પિતાના અંતિમ સંસ્કાર બાકી હોય ત્યારે માતા પુત્ર પુત્રી માટે તે એક કાર્યથી વધુ દુનિયાનું મહત્વનું કોઈ કામ હોતું નથી. પિતાનો મૃતદેહ ઘરમાં પડયો હતો. તેમને અગ્નિદાહ આપવાનો ઘણો સમય બાકી હતો, આખું વર્ષ બોર્ડની પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરનાર જીયા બોર્ડની પરીક્ષા આપે તે પહેલા જ અચાનક આવી પડેલી આ પરિસ્થિતિને કારણે વિચિત્ર પરીક્ષાની ઘડી હતી. એવામાં પરિવારજનો એ તેને હિંમત આપી અને પરીક્ષા આપવા માટે રાજી કરી અને પિતાનું સપનું સેવવા માટે દીકરી પરીક્ષા આપવા ગઈ હતી. જીયા એ ભારે હૈયે પિતાના મૃત દેને રીત રિવાજ મુજબ ઘરની અંદર જ કાંધ આપી પગે લાગી અને પછી પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી હતી ત્યારે એની આ હિંમતને ગ્રામજનો તેમજ પરિવારજનોએ બિરદાવી હતી.

@ મયુર જોશી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માતા-પિતાએ બાળકના કપાળે બાંધ્યો ફોન, વાયરલ વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

આ પણ વાંચો: આણંદ : નિષ્ઠુર માતા-પિતાની મરી પરવારી માનવતા

આ પણ વાંચો: એક નાની ભૂલે દીકરીનો જીવ લીધો, પિતા આખી જિંદગી પોતાને માફ નહીં કરી શકે