Dharma: ગણેશ વિસર્જન દરમિયાન બાપ્પાની વિદાયનું દ્રશ્ય ખૂબ જ મનમોહક હોય છે. ગણેશ વિસર્જન પર, ભક્તો નૃત્ય અને ગીતો દ્વારા ગણપતિને વિદાય આપે છે અને પવિત્ર નદીઓમાં તેમની મૂર્તિનું વિસર્જન કરે છે. સાથે જ ભક્તોની આંખોમાં આંસુ હોય છે. વિદાય લેતી વખતે ભગવાન ગણેશ પણ તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ગણપતિ વિસર્જન શા માટે કરવામાં આવે છે? દસ દિવસની પૂજા પછી ભગવાન ગણેશની મૂર્તિને પાણીમાં કેમ વિસર્જિત કરવામાં આવે છે?

માન્યતાઓ અનુસાર, શ્રી વેદ વ્યાસે ગણેશ ચતુર્થીથી સતત દસ દિવસ સુધી ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવી હતી. દસ દિવસ પછી, જ્યારે વેદ વ્યાસજીની આંખ ખુલી ત્યારે તેમણે જોયું કે દસ દિવસની મહેનત પછી ગણેશજીનું તાપમાન ઘણું વધી ગયું હતું. આવી સ્થિતિમાં, વેદ વ્યાસજી તરત જ ગણેશજીને નજીકના તળાવમાં લઈ ગયા અને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું. કહેવાય છે કે તેથી જ ચતુર્દશીના દિવસે ગણેશની સ્થાપના કરવાથી તેને શીતળતા મળે છે.

ગણેશ ચતુર્દશી અને વિસર્જનનો મહિમા
ગણેશોત્સવ ભાદરવા સુદની ચતુર્થી તિથિથી શરૂ થાય છે. ચતુર્દશી તિથિ સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. શ્રી ગણેશ મૂર્તિની સ્થાપના ચતુર્થી તિથિએ કરવામાં આવે છે અને ચતુર્દશી તિથિ પર વિસર્જન કરવામાં આવે છે. આ નવ દિવસોને ગણેશ નવરાત્રી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મૂર્તિનું વિસર્જન કરીને ભગવાન ફરીથી કૈલાશ પર્વત પર પહોંચે છે. સ્થાપન કરતાં વિસર્જનનો મહિમા વધુ છે. આ દિવસે અનંત શુભ ફળ મળી શકે છે. તેથી આ દિવસને અનંત ચતુર્દશી પણ કહેવામાં આવે છે.

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:ગણેશજીની વિવિધ પ્રતિમાઓનું મહત્વ ઝડપથી જાણી લો, તમને બનાવશે ધનવાન
આ પણ વાંચો:ભક્તો, ગણેશ વિસર્જનનાં નિયમ જાણી લો, દાદાને કેવી રીતે આપશો વિદાય…..
આ પણ વાંચો:પિતૃ પક્ષમાં સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય
