Dharma/ ભાદરવા પૂનમનું મહત્વ જાણો, આ દિવસે કયો યોગ બની રહ્યો છે

પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે ચંદ્રની પૂજા કરવાની પણ પરંપરા છે.

Trending Religious Dharma & Bhakti

Dharma: હિંદુ ધર્મમાં અમાસ અને પૂર્ણિમા (પૂનમ) બંને તિથિઓનું વિશેષ મહત્વ છે. અમાસની જેમ જ પૂર્ણિમાના દિવસે પણ સ્નાન કરવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાથી શુભ ફળ મળે છે. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે ચંદ્રની પૂજા કરવાની પણ પરંપરા છે. આ વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમાનો દિવસ 18 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે પરંતુ પૂર્ણિમાનું વ્રત 17 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે. ભાદરવા પૂર્ણિમાના શુભ યોગ પણ બની રહ્યા છે. તો જાણો યોગથી લઈને સ્નાન અને દાન સુધીના શુભ સમય વિશે.

What the Full Moon Means in Astrology - Yoga Journal

મુહૂર્ત

ભાદરવા પૂર્ણિમા દર વર્ષે ભાદરવા માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર, પૂર્ણિમા તિથિ 17 સપ્ટેમ્બરે સવારે 11:44 વાગ્યે શરૂ થશે. પૂર્ણિમા તિથિ 18 સપ્ટેમ્બરે સવારે 8:04 કલાકે પૂર્ણ થશે. ઉદય તિથિ અનુસાર, ભાદ્રપદ મહિનાની સ્નાન-દાનની પૂર્ણિમા 18 સપ્ટેમ્બરે છે. પૂર્ણિમા તિથિના અંત પહેલા સ્નાન અને દાન કરવું શુભ રહેશે. તેથી આ શુભ સમયે સ્નાન કરો અને દાન કરો. પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય સાંજે 6.37 રહેશે. જો તમારી કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો પૂર્ણિમાના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરો.

What July 2024's Full Moon In Capricorn Means For Your Sign

ભાદરવા પૂનમ 2024 યોગ

ભાદરવા પૂનમનાં દિવસે રવિ યોગ બની રહ્યો છે. રવિ યોગ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 6:07 વાગ્યે શરૂ થશે, જ્યારે તે બપોરે 1:53 વાગ્યે સમાપ્ત થશે. રવિ યોગમાં પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે રવિ યોગમાં પૂજા કરવાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે. તે જ દિવસે ધૃતિ યોગ પણ સવારે 7.48 સુધી ચાલશે.

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંત ચતુર્દશીએ 14 રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ જાણો, ભગવાન વિષ્ણુનું પ્રતીક મનાય છે

આ પણ વાંચો:ભક્તો, ગણેશ વિસર્જનનાં નિયમ જાણી લો, દાદાને કેવી રીતે આપશો વિદાય…..

આ પણ વાંચો:પિતૃ પક્ષમાં સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય