Anand News/ આણંદ : નિષ્ઠુર માતા-પિતાની મરી પરવારી માનવતા

વડોદરા-અમદાવાદ એક્સપ્રેક્ષ-વે પરથી બાળક મળવાનો મામલો

Top Stories Gujarat Breaking News

Anand News : આણંદમાં નિષ્ઠુ માતાપિતાની માનવતા પરુવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ પૂર્વે તરછોડી દીધેલ બાળક વડોદરા-અમદાવાદ એક્સપ્રેક્ષ હાઈવે પરથી મળી આવ્યું હતું. માસુમ બાળકના બાળકના બન્ને પગમાં ફ્રેક્ચર થયા હતા. દરમિયાન રસ્તે પસાર થતી વ્યક્તિએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકની આપવીતી જાણવા ચિલ્ડ્રન હોમની મદદ લીધી હતી.

જેમાં કાલી ઘેલી ભાષામાં બાળકે આપવીતી જણાવી હતી. જેમાં પપ્પાએ બીજા લગ્ન કર્યા હોવાનું બાળકે જણાવ્યુ હતું. બીજી મમ્મી નાની-નાની વાતમાં માર મારતી હોવાનું પણ પિડીત બાળકે જણાવ્યું હતું. પપ્પા પણ નવી મમ્મીની વાતમાં આવી મને માર મારતા હોવાનું બાળકે જણાવ્યું હતું. બાળકે વધુમાં કહ્યું હતું કે બે દિવસ પહેલા લાકડાના દંડા વડે મને માર માર્યો હતો. માર મારી કારમાં બેસાડી હાઈવે ઉપર છોડો દીધો હોવાનું બાળકે કહ્યું હતું.

આ પિડીત બાળકે હવે ઘરે નથી જવું એમ કહ્યું હતું. બીજીતરફ પોલીસે આણંદથી લઈ ઘાટલોડિયા સુધીના CCTV ચેક કર્યા હતા. જોકે માસુમનાં માતા-પિતાનો હજુ સુધી કોઈ ભાળ મળી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુટલેગરોના ઘર પર પોલીસ તંત્ર અને વીજ ટુકડીના સામુહિક દરોડા

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે, પોલીસ તંત્ર માટે અઠવાડિયું પડકારજનક

આ પણ વાંચો:સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પોલીસ તંત્ર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન