pavagadh/ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પોલીસ તંત્ર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્યની  હાજરીમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું.

Top Stories Gujarat Others
મૃત્યુદરમાં થશે ઘટાડો 61 સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પોલીસ તંત્ર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરીટેજ સાઈટ પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રવિવારના રોજ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર અને હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડની હાજરીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે પધારતા યાત્રિકોના લાભાર્થે ફ્રી મેડિકલ કેમ્પ (medical camp)નું આયોજન કરાયું હતું.

WhatsApp Image 2023 12 11 at 10.36.03 સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પોલીસ તંત્ર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

આ મેડિકલ કેમ્પ (medical camp)માં પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં પધારેલા યાત્રિકોએ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, E.C.G. તથા વિવિધ બ્લડ ટેસ્ટ તેમજ આંખોના નંબરની ચકાસણી સહિત આંખોની વિવિધ ચકાસણી કરી ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૪૪૦ જેટલા યાત્રિકોએ ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. જે પૈકીના ૨૨૫ જેટલા યાત્રાળુઓને મફતમાં ચશ્માનું વિતરણ કરાયું હતું.

ફ્રી મેડિકલ કેમ્પ (medical camp)માં ૨૦૦ જેટલા યાત્રિકોનું મફત નિદાન કરી સારવાર કરી નામાંકિત તબીબો અને મેડિકલ ટીમ દ્વારા વિવિધ મેડિકલ ચેકઅપ કરી જરૂરીયાત મુજબના દર્દીઓને સારવાર સહિત જરૂરી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ મેડિકલ કેમ્પમાં હાલોલની નામાંકિત માં સર્જીકલ હોસ્પિટલના ડૉ.વિજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડો.વિજય પટેલે મેડિકલ કેમ્પમાં સેવાઓ આપી હતી. જયારે સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર આર.એસ.સંગાડા પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઈ. આર.જે.જાડેજા સહિત પોલીસ કર્મચારીઓએ સતત ખડે પગે હાજર રહી મેડિકલ કેમ્પમાં પોતાની સેવાઓ આપી સફળતાપૂર્વક મેડિકલ કેમ્પનું સંચાલન કરી આ કેમ્પને સફળ બનાવવામાં પોતાનો સિંહફાળો આપ્યો હતો.