Mahesana News/ મહેસાણાના ઊંઝાના ઉપેરા ગામમાં પતિનું પત્ની સાથે રાક્ષસી કૃત્ય

મહેસાણાના ઊંઝાના ઉપેરા ગામમાં પતિએ પત્ની સાથે રાક્ષસી કૃત્ય આદર્યુ હતુ. પત્નીને બાળક થતું ન હોવાથી તેની સાથે રાક્ષસી કૃત્ય આદર્યુ હતુ. અકુદરતી શારીરિક સંબંધો બાંધી પત્નીને યાતના આપી હતી. પતિના અકુદરતી અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યથી પત્ની ઇજા પામી હતી.

Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણાના ઊંઝાના ઉપેરા ગામમાં પતિએ પત્ની સાથે રાક્ષસી કૃત્ય આદર્યુ હતુ. પત્નીને બાળક થતું ન હોવાથી તેની સાથે રાક્ષસી કૃત્ય આદર્યુ હતુ. અકુદરતી શારીરિક સંબંધો બાંધી પત્નીને યાતના આપી હતી. પતિના અકુદરતી અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યથી પત્ની ઇજા પામી હતી.

પત્નીને અસહ્ય રક્તસ્ત્રાવ થયો હોવા છતાં જ તેની સારવાર કરાવ્યા વગર જ પિયર કાઢી મૂકી હતી. આ ઉપરાંત સાસરિયાઓ દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેના લીધે પતિ સહિત સાસુસસરા, નણંદ અને દીયર સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વિસનગરના ગટિયા વાસમાં રહેતી પરણીતાને પતિ અને સાસુએ શારીરિક માનસિક ત્રાસ આપી એક લાખ દહેજની માંગણી કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પરણિતાએ વિસનગર શહેર પોલીસ મથકમાં બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પાટણના મોટા મદરેસા કાળી બજારમાં રહેતી સબનમબાનું બલોચના લગ્ન ત્રણ મહિના અગાઉ વિસનગરના ગટીયા વાસમાં રહેતા તોહિદખાન ઈમ્તિયાઝખાન બલોચ સાથે થયા હતા. લગ્ન કર્યા બાદ એક મહિના પછી પતિ તોહિદખાન બલોચ અને સાસુ જરીનાબેન બલોચ બંને જણાએ જેમતેમ બોલવાનું ચાલુ કર્યું હતું. ફરિયાદીને વાતે વાતે કહેતા કે તારા બાપ પાસે પૈસા નથી તને શું આપી દીધું તેમ કહી માનસિક ત્રાસ આપતા અને પતિ અવારનવાર ગડદાપાટુનો માર મારતો. જેથી ફરિયાદી પિતાને ઘરે આવી ગઈ હતી અને સાસુ, સસરા તેમજ પતિ આવી સમાધાન કરી લઈ ગયા હતા.

આમ પરિણીતાને લગ્ન પછી સાસુ અને પતિ અવારનવાર શારીરિક, માનસિક ત્રાસ આપી એક લાખ દહેજની માગણી કરી માર મારતા પરિણીતાએ પતિ તોહિદખાન તેમજ સાસુ જરીનાબાનું વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસી કલમ 498(A), 323, 504, 114 અને દહેજ પ્રતિબંધિત અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છમાં યુવકની પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા

આ પણ વાંચો: મુંબઈના અટલ સેતુ બન્યો સુસાઈડ પોઈન્ટ, આત્મહત્યા કરનાર મહિલાને કેબ ચાલક અને પોલીસે બચાવી

આ પણ વાંચો: પ્રેમિકાની હત્યા કર્યા બાદ લાશને ખીણમાં ફેંકી દીધી, પછી નદીમાં કૂદીને આત્મહત્યા કરી