વિરોધ પ્રદર્શન/ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો, કોંગ્રેસ કાર્યકતાઓને પોલીસે કર્યા ડીટેઇન 

  મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો, કોંગ્રેસ કાર્યકતાઓને પોલીસે કર્યા ડીટેઇન     ભારતભરમાં વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે આજે વિરોધપક્ષ કોગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન સાથે દેખાવો કર્યા હતા વિરોધ પ્રદર્શન ટાણે પોલીસ તંત્ર સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા પણ હતા […]

Gujarat

 

મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો, કોંગ્રેસ કાર્યકતાઓને પોલીસે કર્યા ડીટેઇન

 

 

ભારતભરમાં વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે આજે વિરોધપક્ષ કોગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન સાથે દેખાવો કર્યા હતા વિરોધ પ્રદર્શન ટાણે પોલીસ તંત્ર સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા પણ હતા છેલ્લા કેટલાય સમયથી દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે.ત્યારે કેટલાક શહેરોમાં તો પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાને પણ વટાવી ગયો છે સાથે ડિઝલના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. દેશમાં મોંઘવારી પણ અત્યંત ઝડપથી આગળ વધી રહી છે શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે હાલ કોરોના મહામારીમાં આમ આદમી માટે આવકનો સ્ત્રોત ઘટી રહ્યો છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં સામાન્ય પ્રજાજનો તકલીફમાં મુકાઈ ગયા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને પગલે આજે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર પંચમહાલમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયેલ જેમાં ગોધરા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે ચર્ચ પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમા આગળ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયેલ જેમાં કોંગ્રેસ કાર્યકરો, આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.