Gujarat News/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ભીષણ ટક્કર, 10 મુસાફરો ઈજાગ્રસ્ત

Anand Triple Accident: આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રકની ટક્કરથી લક્ઝરી બસ ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

Top Stories Ahmedabad Gujarat Vadodara
Anand Triple Accident: અમદાવાદ-વડોદરા હાઈવે પર ત્રણ વાહનોની ટક્કર, 10 મુસાફરો ઈજાગ્રસ્ત

Ahmedabad Vadodara News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક વહેલી સવારે લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો (Anand Triple Accident) હતો. સુરતથી અંબાજી જઈ રહેલી લક્ઝરી બસને પાછળથી હેવી મશીનરી ભરેલી ટ્રકે ટક્કર મારતાં બસ આગળ જઈ રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10 મુસાફરો ઈજાગ્રસ્ત (10 Injured Passengers) થયા હતા. તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Anand Triple Accident: ટ્રકની ટક્કરથી બસ ટેન્કર સાથે અથડાઈ

મળતી માહિતી મુજબ, સુરતથી યાત્રાળુઓને લઈને ખાનગી લક્ઝરી બસ અંબાજી જવા નીકળી હતી. બસ વડોદરાથી અમદાવાદ તરફના માર્ગ પર એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે આણંદ નજીક પાછળથી આવી રહેલી હેવી મશીનરી ભરેલી ટ્રક બસ સાથે અથડાઈ (Luxury Bus Accident) હતી. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે. ટક્કરના કારણે બસ આગળ જઈ રહેલા ટેન્કરની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.

10 મુસાફરોને ઈજા, જાનહાનિ ટળી

અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. બસના આગળ અને પાછળના ભાગને નુકસાન થયું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માત (Gujarat Road Accident)ની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ, આણંદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ક્રેનની મદદથી વાહનો હટાવી ટ્રાફિક પૂર્વવત કરાયો

ત્રણ વાહનો વચ્ચેની ટક્કરને કારણે વડોદરાથી અમદાવાદ તરફના માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે અને હાઈવે ઓથોરિટીની ટીમે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સ્થાનિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ પર બસ-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, આગ લાગતા 8 ના મોત

આ પણ વાંચો: લંડન નજીક બે પેસેન્જર ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર, લોકો પાયલટનું મોત અને 89 મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત