Ahmedabad News/ ડેટિંગ એપ પર ચેટિંગ કરતા હો તો ચેતી જજો, મુશ્કેલીમાં મુકાઈ શકો છો

આનંદનગર પોલીસે નકલી પોલીસ બનીને ઓળખ આપનાર અજય રાઠોડ ઉર્ફે ઇલિયાસ રહીમ શેખની ધરપકડ કરી

Gujarat Ahmedabad

Ahmedabad News : જો તમે ડેટિંગ એપ પર ચેટિંગ કરતા હો તો જલ્દીથી ચેતી જજો. અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનો એક કેસ નોંધાયો છે. જેમાં અમદાવાદની એક આઇટી કંપનીમાં કામ કરતા યુવકે પોતાના મોબાઈમાં ડેટિંગ એપ વોલ્સ ચેટ ડેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હતી. જેમાં એક મેસેજ આવતા બન્ને વચ્ચે વાતચીત થયા બાદ આનંદનગરના 100 ફૂટ રોડ પર આવેલ ફાયફૂડની દુકાનમાં મળવાનું નક્કી થયું હતું.

બાદમાં મેસેજ કરનાર વ્યક્તિએ ફરિયાદીને દુકાન બહાર રોડ પર મળવા બોલાવ્યો ત્યારે ફરિયાદી યુવક બહાર રોડ પર મળવા જતા બન્ને વચ્ચે થોડી વાતચીત થયા બાદ મળવા આવેલ આરોપીએ માતા બીમાર હોવાના કારણે 10 હજાર રૂપિયા ઉછીના માંગ્યા હતા.

પરંતુ ફરિયાદીએ જેનો ઇનકાર કર્યો ત્યારે આરોપીએ પોતાના ઘરની પરિસ્થિ દેખાડવા માટે જુહાપુરા લઈ ગયો જ્યાં બન્ને ઊભા હતા. ત્યારે એક વ્યક્તિ ત્યાં આવી જઈને બન્નેને કહ્યું કે, તમે લોખંડની ચોરી કરવા આવ્યા છો પોલીસને જાણ કરવી પડશે ત્યાર બાદ બીજા આવેલા વ્યક્તિએ એક ફોન લગાડતાના સાથે થોડા સમય એની એક શખ્સ આવ્યો હતો. જેણે પોતાની ઓળખ અજય રાઠોડ નામના પોલીસ કર્મી તરીકે આપી હતી. ચોરીના કેસની ધમકી આપી હતી.

ત્યારે કેસ નહીં કરવા બદલ 3 લાખની માંગણી કરી હતી. ત્યાર બાદ ધાકધમકી અને અપશબ્દ બોલી દોઢ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ આ ત્રણેય શખ્સોએ 24 માર્ચ 2025થી 18 મે 2025સુધીમાં ફરિયાદી યુવક પાસેથી ડરાવી ધમકાવી કટકે-કટકે 5 લાખ 90 હજાર રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. ત્યારે પૈસાની માંગણી દિવસેને દિવસે વધતા અંતે ફરિયાદી યુવક કંટાળીને આનંદનગર પોલીસે સ્ટેશનના દરવાજા ખખડાવીને આ ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં આનંદનગર પોલીસે પ્રાથમિક તપાસ બાદ એક આરોપી જેણે પોલીસ કર્મી તરીકે અજય રાઠોડની ઓળખ આપી હતી, જેની ધરપકડ કરતા સામે આવ્યું હતું કે, જેનું સાચું નામ ઇલિયાસ રહીમ શેખ છે, જે જુહાપુરામાં રહે છે તેની સાથે અન્ય એક આરોપીની ઓળખ પણ કરવામાં આવી છે. જેનું નામ મુસ્તાક ચૌહાણ હોવાનું સામે આવ્યું છે અને હજુ વધુ એક ફરાર આરોપીની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે.

આનંદનગર પોલીસે નકલી પોલીસ બનીને ઓળખ આપનાર અજય રાઠોડ ઉર્ફે ઇલિયાસ રહીમ શેખની ધરપકડ કરીને વધુ બે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ સહિત આ આરોપીઓએ આવા પ્રકારના કેટલા લોકોને આવી ડેટિંગ એપ્લિકેશનના આધારે ભોગ બનાવ્યા તેની તપાસ શરૂ કરી છે. સાથે જ ફરિયાદી યુવકના પૈસા ગુનાના કામે કબજે કરવા તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન : માતાની સારવાર માટે હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન આપ્યા

આ પણ વાંચો: અમદાવાદના 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલે હાઈકોર્ટમાં કરી અરજી

આ પણ વાંચો: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે માંગ્યા જામીન, હાઈકોર્ટમાં આજે સુનાવણી