Ahmedabad News/ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન : માતાની સારવાર માટે હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન આપ્યા

જામીન દરમિયાન તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે.

Gujarat Ahmedabad

Ahmedabad News : ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં રહેલા આરોપી તથ્ય પટેલના ગુજરાત હાઈકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. પોતાની માતાની બીમારીની સારવાર માટે તથ્ય પટેલ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. જે હાઈકોર્ટે મંજૂર કરી છે. જામીન દરમિયાન તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે.

ઇસ્કોન બ્રિજ પર મધરાત્રે બેફામ રીતે જગુઆર કાર ચલાવી 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટે 7 દિવસના જામીન આપ્યા છે. આ પહેલા પણ તથ્યએ જેલમાંથી બહાર આવવા પણ પ્રયત્નો કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહતો. અંતે તથ્યએ તેની માતાની કરોડરજ્જુની મોટી સર્જરી માટે જામીનની અરજી કરી હતી, જે હાઈકોર્ટે મંજૂર કરી છે. 12 મેના રોજ માતાને કરોડરજ્જુની સર્જરી થવાની છે.

તથ્ય પટેલે પોતાના માતાની સારવાર માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પંદર દિવસના જામીન માગ્યા હતા. પાંચ દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી રદ કરી હતી. ત્યારબાદ તથ્ય પટેલ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવતા હાઈકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હતા. અગાઉ તેના દાદાનું નિધન થયું હોવાથી તેને એક દિવસના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આપેલા હતા.

19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આતંકવાદી મસૂદ અઝહરના ઘરે મૃતદેહોની લાઇન… ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાંથી આ તસવીરો આવી સામે

આ પણ વાંચો:વિસ્ફોટોનો અવાજ, સાયરનનો પડઘો… પાકિસ્તાનના લાહોરમાં ગભરાટ, વિસ્ફોટ પછી ચારેય તરફ ધુમાડો, ધુમાડો

આ પણ વાંચો:ભારતના મિસાઈલ હુમલા પછી પાકિસ્તાન પાસે માત્ર 35 દિવસ બાકી છે, જાણો શું થશે?