હત્યાનો ભેદ ઉકેલાયો/ કઠલાલ ના ખલાલ પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

કઠલાલ તાલુકાના અમદાવાદ ઈન્દોર હાઇવે પર ખલાલ ગામના ચરા વિસ્તારમાં કોતરમાંથી અર્ધ બળેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

Top Stories Gujarat

કઠલાલ તાલુકાના અમદાવાદ ઈન્દોર હાઇવે પર ખલાલ ગામના ચરા વિસ્તારમાં કોતરમાંથી અર્ધ બળેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ચહેરા સહિત મોટાભાગના અંગો બળી જવાના કારણે આ વ્યક્તિ કોણ છે તેની ઓળખ કરવામાં પોલીસ ને ભારે મહેનત કરવી પડી હતી. જે તે સમયે કઠલાલ પોલીસમાં મથકે હત્યાનો ગુનો નોંધી આની પાછળ કોનો હાથ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતીવીસેક દિવસના સમયમાં જ આ હત્યાનો ભેદ ઉકેલ કાઢ્યો હતો.

મૃતક યુવાન પોતે મધ્યપ્રદેશના ઇન્દોરનો રહેવાસી હતો.જે મૂળ ઈન્દોર મધ્યપ્રદેશની રહેવાસી આરોપી મહિલા શિવાની યાદવ સાથે સેન્ટોસા ગ્રીન લેન્ડ રકનપુર ગાંધીનગર ખાતે ભાડે રાખેલા બંગલામાં રહેતો હતો.તેમજ શિવાની સાથે જ ઓફિસ બોય તરીકે કામ કરતો હતો.જે દરમિયાન આ હત્યાનો અન્ય આરોપી શિવાનીનો મિત્ર વિનય ચોક્સે જે પણ ઇન્દોરનો જ રહેવાસી હતો તે મધ્યપ્રદેશના ઈન્દોરથી કિશોરીને ભગાડીને લઈ આવી શિવાની અને મૃતક યુવાન મૃદુલ એમ બધા સાથે રહેતા હતા.જે દરમ્યાન મૃતક મૃદલે ઇન્દોરથી ભાગી આવેલી કિશોરી સાથે અવારનવાર બીભત્સ માંગણી કરતાં વિનય ચોક્સે અને શિવાનીના પ્રેમી અજય રામગઢીયાએ તેની હત્યા કરી નાંખી હતી.જે બાદ પેટ્રોલ તેમજ મૃતદેહ કારમાં લઈ જઈ અમદાવાદ ઇન્દોર હાઈવે પર ખલાલ પાસે મૃતદેહ સળગાવી ભાગી ગયા હતા.સમગ્ર મામલે પોલીસે એક સગીર સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના છાતીના ભાગે ચીકુ નામનું છું કરવામાં આવ્યું હતું જેના આધારે પણ ઓળખ કરવામાં મદદ મળી હતી પોલીસે વન ઉકેલ્યા હત્યાનો ભેદ ઉકેલ નાખ્યો હતો.