રાજ્યમાં દિવસે ને દિવસે લુંટ, હત્યા અને અન્ય ગુનાખોરીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. હાલમાં જ એક આવો કિસ્સો વલસાડ ખાતે બન્યો છે. જેમાં એક ફ્લિપકાર્ટના કર્મચારીને સરેઆમ ધોળા દિવસે લુંટી લેવામાં આવ્યો છે.
અદ્યોગિક નગરી વાપી ની જીઆઇડીસીમાં ફરી એક વખત સનસની લૂંટ ની ઘટના ને કારણે જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ છે. થોડા દિવસે વાપીમાં ગોલ્ડ લોન ફાઇનાન્સ ની એક કંપનીની ઓફિસમાં ધોળે દિવસે થયેલી રૂપિયા 10 કરોડથી વધુની લૂંટ અને હવે ફરી એક વખત જીઆઇડીસી વિસ્તારમાંથી 16 લાખથી વધુની લૂંટ થતા જિલ્લાભરની પોલીસ દોડતી થઇ ગઇ છે. લૂંટારુઓ ને ઝડપવા જિલ્લાભર ની પોલીસ તમામ દિશામાં દોડતી થઇ છે.
વાપી જીઆઇડીસીના મોરારજી સર્કલ નજીક જાહેર રસ્તા પર રૂપિયા 16 લાખની લૂંટ થી ચકચાર મચી જવા પામી હતી. ધોળે દિવસે વાહનોની અવરજવર વખતે વાપીની ફ્લિપકાર્ટ ઓનલાઇન શોપિંગ એજન્સી નો કલેક્શન બોય શનિ-રવિની રજા બાદ, બે દિવસમાં એકઠી થયેલી રોકડ રકમ નું કલેક્શન અંદાજે રૂપિયા 16 લાખની રોકડ રકમ ભરેલી બેગ લઈ બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો.
એ વખતે જ પાછળ થી બાઈક પર આવેલા 2 શકશો એ કલેક્શન બોયને રસ્તા વચ્ચે ઉભા રાખી પોતાની બહેનની છેડતી કેમ કરે છે તેવો આક્ષેપ કરી તેની સાથે બબાલ કરી હતી. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. બને લૂંટારુઓ એ કલેક્શનબોય યતીન પટેલ ને પોતાની બાઈકમાં બેસાડી દમણગંગા બ્રિજ સુધી અપહરણ કરી લઇ ગયા હતા. અને મોકો મળતા જ લૂંટારુઓ યતીન ને રોડ પર ફેંકી ફરાર થઇ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
