Not Set/ રાજકોટ – મહાદેવ મંદિરમાં ૫ થી ૭ દિવસનું નવજાતશિશુ મળી આવ્યુ

રાજકોટ, રાજકોટ નેશનલ હાઈવે અને ભુણાવા ગામ પાસે આવેલ વાંધેશ્વર મહાદેવ મંદિરમાં ૫ થી ૭ દિવસનું નવજાતશિશુ મળી આવ્યુ છે.  જેની માનવ સેવા સમાજના પ્રમુખને જાણ  કરતા બાલાશ્રમના ચેરમેન સહિતના વાંધેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને  બાળકને પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતુ. બનાવ અંગેની જાણ થતાં ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનના આઇ.પી.એસ તથા […]

Gujarat

રાજકોટ,

રાજકોટ નેશનલ હાઈવે અને ભુણાવા ગામ પાસે આવેલ વાંધેશ્વર મહાદેવ મંદિરમાં ૫ થી ૭ દિવસનું નવજાતશિશુ મળી આવ્યુ છે.  જેની માનવ સેવા સમાજના પ્રમુખને જાણ  કરતા બાલાશ્રમના ચેરમેન સહિતના વાંધેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને  બાળકને પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતુ.

બનાવ અંગેની જાણ થતાં ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનના આઇ.પી.એસ તથા તાલુકા પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી  બાળકને આશરો ગોંડલ બાલાશ્રમ ખાતે સોપવામાં આવ્યો છે.  તેમજ બાળક ત્યજી દેનાર અજાણ્યા માં બાપ વિરુદ્ધ પોલીસ જાતેજ ફરિયાદી બની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 317 મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે..