ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મહિલા કાર્ડ ઉતારવા ની તૈયારી કરવા રહ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં દરેક જિલ્લામાંથી એક એક મહિલા અને મહાનગરોમાં બે બે મળી કુલ 182 માંથી 40 જેટલી મહિલાઓ ને ટિકિટ આપી શકે છે, આ માટે ભાજપે ભાજપે તમામ જિલ્લા અને શહેરોમાંથી નામો પણ મંગાવી લીધા છે..
ગુજરાતમાં ભાજપે નેતાઓના સંતાનો, સગા એટલે કે સાંસદો અને ધારાસભ્યોના બદલે તેમના પરિવારને કોઇને ટીકીટ નહીં આપવાના માપદંડ જાહેર કર્યા છે, તો બીજી બાજુ મહિલા કાર્ડ ઉતારવાની પણ તૈયારી છે ભાજપ દ્વારા આ અંગે જે મહિલાઓએ દાવેદારી કરી છે તેના કરતા પણ અન્ય મહિલાઓના નામ પર પણ વિચારણા કરી હતી અને તે મુજબ આગામી દિવસોમાં ટીકીટની ફાળવણી થાય તેવી શક્યતા છે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામા સાથે જ હવે ઉમેદવારીનો પ્રારંભ થતા જ આ અઠવાડિયામા જ તમામ પક્ષોના ઉમેદવારો જાહેર થઇ જશે તેવા સંકેત છે. કોંગ્રેસ પક્ષે તેની પ્રથમ યાદીમાં 3 સીટીંગ સહિત 43 ધારાસભ્યોના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ પણ હવે તેના ઉમેદવારો અને મુખ્યમંત્રી ચહેરો જાહેર કરી દીધો છે તો ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ 182 નામો પર ત્રણ દિવસ સુધી વિચારણા થયા બાદ હવે તખ્તો હાઇકમાન્ડ માં પહોંચ્યો છે.
ગુજરાતમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિદાય બાદ તા. 9 અને 10ના બે દિવસ દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં ગુજરાતના નામોને આખરી મહોર મરાશે અને ત્યારબાદ ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ થશે. રાજ્યની અનેક વિધાસભા બેઠકો પર ભાજપ માટે ઉમેદવારોની પસંદગી અત્યંત ટફ હશે તે પણ સંકેત છેલ્લા બે દિવસમાં જે રીતે પક્ષમાં દાવેદારી થઇ તેમાં મળી ગયા છે.
ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠકના અંત બાદ મુખ્યમંત્રી આવાસે પણ સતત બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો અને તેમાં ચૂંટણી સમિતિની બેઠકમાં જે નામોની યાદી ટૂંકાવાય હતી તેમાં દિલ્હી માટે આખરી ત્રણ નામોની પેનલ નિશ્ચીત કરવામાં આવી છે. પક્ષના સુત્રોએ જણાવ્યું કે 2017માં 99 બેઠકના વિજય બાદ જે સરકાર બની હતી તેના 50 ટકાથી વધુ મંત્રીઓની ટીકીટ કાપવામાં આવી છે અને ફ્ક્ત ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારોને જ પસંદ કરવામાં આવી શકે છે
