ઉત્તરપ્રદેશ/ લખનઉના હઝરતગંજ વિસ્તારમાં હોટલમાં લાગી ભીષણ આગ, 18 લોકોને બચાવી લેવાયા

ઉત્તર પ્રદેશના લખનઉના હઝરતગંજ વિસ્તારમાં સોમવારે સવારે એક હોટલમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ હોટલ લિવાનામાં આગ લાગી છે

Top Stories India

ઉત્તર પ્રદેશના લખનઉના હઝરતગંજ વિસ્તારમાં સોમવારે સવારે એક હોટલમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ હોટલ લિવાનામાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, હજરતગંજના સુલતાનગંજ વિસ્તારમાં આવેલી લિવાના હોટલમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. આગમાં ઘાયલ થયેલા લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોટલની અંદરથી અત્યાર સુધીમાં 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાક લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.15 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ત્રીજા માળે આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. લગભગ છ વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.