Birthday/ PM મોદીના જન્મદિવસ પર રાહુલ ગાંધીએ કર્યું વિશ, અમિત શાહે પણ પાઠવ્યા અભિનંદન

પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના કટ્ટર રાજકીય વિરોધી અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ અભિનંદન પાઠવ્યા છે….

Top Stories India
પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 71 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે અને પાર્ટીએ 20 દિવસના રાષ્ટ્રવ્યાપી અભિયાનનું આયોજન કર્યું છે, જેને સેવા અને સમર્પણ અભિયાન નામ આપવામાં આવ્યું છે. દેશ અને દુનિયાના તમામ નેતાઓ પીએમ મોદી ને તેમના જન્મદિવસ પર અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો : PM મોદીને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્મદિવસની પાઠવી શુભકામનાઓ

રાહુલ ગાંધીએ પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન

પીએમ મોદી ના જન્મદિવસ નિમિત્તે તેમના કટ્ટર રાજકીય વિરોધી અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ અભિનંદન પાઠવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, ‘હેપી બર્થ ડે, મોદીજી.’

બીજી બાજુ, સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમના લાંબા આયુષ્યની શુભેચ્છાઓ આપી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને પીએમ મોદીને તેમના ખાસ દિવસની શુભેચ્છા પાઠવી છે. અમિત શાહે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “મોદીજીએ સુરક્ષા, ગરીબ-કલ્યાણ, વિકાસ અને ઐતિહાસિક સુધારાઓના સમાંતર સમન્વયનો એક અનોખો દાખલો બેસાડ્યો છે. પીએમ મોદીના સંકલ્પ અને સમર્પણથી દેશવાસીઓમાં એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસ ઉભો થયો છે, જેના કારણે દેશ નવા વિક્રમો સ્થાપીને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં બનાવાશે નરેન્દ્ર મોદી વન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે વૃક્ષારોપણ

અમિત શાહ પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન

આપને  જણાવી દઈએ કે, પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપે 20 દિવસના રાષ્ટ્રવ્યાપી અભિયાનની યોજના બનાવી છે જે આજથી શરૂ થશે અને 7 ઓક્ટોબરે સમાપ્ત થશે. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટી પીએમ મોદીના જન્મદિવસને ‘રાષ્ટ્રીય બેરોજગારી દિવસ’ તરીકે ઉજવી રહી છે.

ભાજપના આ 20 દિવસના અભિયાન પાછળનું કારણ એ છે કે આજથી 20 દિવસ એટલે કે 7 ઓક્ટોબરના રોજ 20 વર્ષ પહેલા પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેને જોતા ભાજપે 7 ઓક્ટોબર સુધી આ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું. તે જ સમયે, ભાજપે આ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી જે પક્ષના કાર્યકરો માટે કાર્યક્રમોનું આયોજન કરશે.

આ પણ વાંચો :PM મોદીનો આજે રાજ્ય અને દેશભરમાં મનાવાશે જન્મદિવસ

આપને જણાવી દઈએ કે, આ સમિતિનું નેતૃત્વ કૈલાશ વિજયવર્ગીય કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અભિયાન અંતર્ગત રક્તદાન શિબિર, પીએમ મોદીના જીવન પર પ્રદર્શન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે પાર્ટીના તમામ કાર્યાલયોમાંથી પીએમ મોદીને લાખો પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે.

ભાજપ આ દિવસને ઐતિહાસિક બનાવવા માંગે છે

તે જ સમયે, ભાજપ આજે મહત્તમ સંખ્યામાં કોવિડ -19 રસીકરણનો રેકોર્ડ બનાવવા માંગે છે. આ રેકોર્ડને પરિપૂર્ણ કરવા માટે, પાર્ટીએ આરોગ્ય સ્વયંસેવકોને તૈયાર કર્યા છે જેથી આજે એક દિવસમાં વધુમાં વધુ લોકોને રસી આપી શકાય. ભારતે અગાઉ એક દિવસમાં એક કરોડથી વધુ કોવિડ -19 રસીઓ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.