Banas kantha News: બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા બજારમાં ગત રોજ ફ્રૂટની લારી ઉભી રાખવા બાબતે બે જૂથો વચ્ચે તણાવ વધતા હિંસક મારામારી સર્જાઈ હતી. એક જ કોમના લોકો લાકડી-ધોકા સાથે એકબીજા પર તૂટી પડતા બજારમાં અફરાતફરી મચી ગઈ હતી.
માહિતી મુજબ, થરા મુખ્ય બજારમાં લારી ઉભી રાખવાની બાબતે તણાવ ઉગ્ર બન્યો. 30 જેટલા લોકોએ હાથમાં લાકડી-ધોકા અને હથિયાર લઈ એકબીજા પર હુમલો કર્યો. આ અચાનક થયેલી મારામારીથી વેપારીઓ તથા ખરીદદારો ભાગમભાગ કરી ગયા અને મુખ્ય બજારમાં અશાંતિનું વાતાવરણ બન્યું.
પોલીસ એકશનમાં આવી
આ ગેંગ મારામારી બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. દિયોદર DySP તથા થરા PIના નેતૃત્વ હેઠળ પોલીસ તંત્રએ બજારમાં કડક ચેકિંગ શરૂ કર્યું. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસને તહેનાત કરાઈ.
દબાણ દૂર કરવાની કાર્યવાહી
ઘટના બાદ પાલિકા તથા હાઇવે ઓથોરિટી દ્વારા બજારમાંથી દબાણ દૂર કરવાની ઝૂંબેશ હાથ ધરી. પોલીસ કાફલાની હાજરીમાં લારી-ગલ્લા તથા ગેરકાયદે દુકાનોને હટાવવામાં આવી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે જાહેર માર્ગ પર દબાણને લીધે જ અથડામણ સર્જાઈ હતી, તેથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બજારમાં બનેલી આ મારામારીથી નાગરિકોમાં ભયનું માહોલ છવાઈ ગયું હતું. પોલીસની ત્વરિત કાર્યવાહીથી હાલ પરિસ્થિતિ કાબૂમાં લાવ્યા હતા, પરંતુ વેપારીઓએ આવી ઘટનાઓ ન બને તે માટે કડક સુરક્ષા ગોઠવણોની માંગણી કરી હતી.
કાંકરેજની આ ગેંગ મારામારી સ્થાનિક તંત્ર માટે ચેતવણી સમાન બની છે. લારી-ગલ્લા તથા દબાણ અંગે નિયમિત કામગીરી ન થાય તો આવી પરિસ્થિતિ ફરી ઉભી થઈ શકે છે. હાલ પોલીસ તંત્ર સતર્ક છે અને દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝને અમદાવાદ ગાયત્રી સ્કૂલે આપી ધમકી
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના પર્દાફાશ બાદ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર જાગ્યા, એલન-આકાશ માટે આપતા તપાસના આદેશ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનના ન્યૂઝને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યુ ટ્વીટ
