Vadodara News: વડોદરા (Vadodara) પોલીસ (Police) વર્ષના અંતિમ દિવસ (31 ડિસેમ્બર-31 December)ની ઉજવણી (Celebration)ને લઈને એકશન મોડમાં છે. અત્યારે સમગ્ર દુનિયમાં ક્રિસમસ તહેવાર (Christmas Festival)ની જોરશોરથી ઉજવણી થઈ રહી છે. ગુજરાતના અનેક સ્થાનો પર પણ ક્રિસમસ તહેવારમાં 31 ડિસેમ્બર (31 December)ને લઈને પાર્ટી (Party)નું આયોજન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરની પાર્ટીઓમાં ક્રેઝી લોકો દારૂ (liquor)નું સેવન કરતા હોય છે. પરંતુ કેટલીક વખત દારુના નશો મોટી દુર્ઘટના સર્જે છે તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે.
![]()
રાજ્યમાં 31 ડિસેમ્બરે પાર્ટી કરવાનો રીવાજ થવા લાગ્યો છે. અને આ પાર્ટીઓમાં શોખીનો દારુનું સેવન કરે છે. વર્ષનો અંતિમ દિવસ (31 ડિસેમ્બર) નજીક આવતા જ વ્હીસ્કી, રમ અને વોડકાનું ગુપ્ત રીતે વેચાણ થવા લાગે છે. ક્રિસમસના તહેવારની ઉજવણીના આડમાં શોખીનો લીકરનો સ્વાદ માણે છે. અને નશો કર્યા બાદ આ તત્ત્વો દ્વારા ગુંડાગીરી અથવા તો બેફામ રીતે વાહન હંકારવાના કિસ્સાઓ બન્યા છે. આવી નુકસાન કરતી પ્રવૃત્તિઓ રોકવા વડોદરા પોલીસ એકશન મોડમાં છે. ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ છે ત્યારે તહેવારની આડમાં ઉજવણી કરવા રાજ્યમાં દારૂ ઘુસાડનારા તત્ત્વોને રોકવા પોલીસ પણ કટિબદ્ધ છે.
નશાના શોખીનોનો આતંક રોકવા વડોદરા શહેરમાં ઠેર-ઠેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે. પોલીસે વડોદરાના તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત રાખ્યો છે. શહેરમાં આવતા-જતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કોઈના પર પણ શંકા જતા તાત્કાલિક વાહન ઉભું રખાવશે અને વાહનચાલકો દ્વારા તેમને સહકાર નહી અપાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ચેકપોસ્ટ અને શંકાસ્પદ સ્થાનો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે. નશેડીઓ પર પોલીસને બાજ નજર રહેશે.
આ પણ વાંચો: વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલ દવા મામલે દેવાદાર : દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા
આ પણ વાંચો: વડોદરામાં ફરી લાગી આગઃ IOCLમાં બની આગની ઘટના, 40 દિવસ પહેલાં પણ આગ લાગી હતી
આ પણ વાંચો: વડોદરામાં ટેમ્પો ચાલકની બેદરકારીએ સર્જયો અકસ્માત, માસુમનો લીધો જીવ
