Gandhinagar News: પતિ-પત્ની વચ્ચે થતા વિખવાદમાં સાળા સહિત બે વ્યક્તિની હત્યા (Murder) કરનારા રીઢા ગુનેગારને દહેગામ પોલીસે જૂજ સમયમાં ઝડપી પાડી તેનો વરઘોડો કાઢ્યો હતો. ડબલ મર્ડરની ઘટનાનું રિકન્સટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે, ફરિયાદ નોંધાવનારા સસરાએ ઘટનાના થોડા સમય અગાઉ પોલીસ સમક્ષ હુમલાની શંકા વ્યક્ત કરી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હત્યા રોકવાના પ્રયાસમાં પોલીસ નિષ્ફળતા ઢાંકી રહી છે તેવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે.
લગ્નેતર સંબંધોમાં ચાલી રહેલા વિવાદમાં ફિલ્મી સ્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. દહેગામ પોલીસે હુમલાની આશંકાને સામાન્ય લેતાં હત્યા થતાં લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. દહેગામ પોલીસ આરોપીને પકડવાની કડીઓ જોડી રાજસ્થાનના ભીમ જીલ્લામાં મંદિરમાં સંતાયેલા આરોપી અને તેના સાગરિતોને ઝડપી પાડી દહેગામમાં ગ્રામજનો વચ્ચે રીતસરનું સરઘસ કાઢ્યું હતું. પરંતુ આ ઘોડા છુટ્યા પછી તબેલાને તાળાં મારવા જેવી વાત હતી.
દહેગામના મદારી નગરમાં વસતાં જાનનાથ મદારીની દીકરીના લગ્ન વનરાજ ઉર્ફે વનિયો કંચનનાથ મદારી સાથે થયા હતા. વનરાજને એક મહિલા સાથે સંબંધ હોવાથી પાંચેક વર્ષથી ઝઘડા ચાલી રહ્યાં હતા અને પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો. જોકે, આ વખતે મહિના અગાઉ વનરાજે પણ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. તેના ડરથી ભાગી લોકો કપડવંજ તા રહ્યાં હતા. પંચના, સમાજના સભ્યોએ સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ નીવડ્યાં હતા.
આ વખતે જાનનાથ મદારી સહિતના લોકો હુમલાની શક્યતા જોતા ભાગી ગયા હતા. દરમિયાન ટડિયા મહાદેવ રોડ પર વનરાજ અને તેના સાગરિતોએ વાહનો પર હુમલો કરી સાળા, પંચના માણસનું મોત થયું હતું. 13 લોકોને તેમાં ઈજા થઈ હતી જેમાં 2 બાળકો પણ હતા. દહેગામ પોલીસે ભીમ જીલ્લાના એક મંદિરમાં સંતાયેલા આરોપી અને તેના સાગરિતોને ઝડપી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું હતું.
આ પણ વાંચો:મૃતક સિરિયલ કિલર ભૂવાએ તાંત્રિક વિધિમાં માતા-પિતા અને પુત્રીની હત્યા કરી હોવાનું ખુલ્યું
આ પણ વાંચો:33 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો મુંબઈ પોલીસે, પત્ની હત્યા કરનાર કઈ રીતે પકડાયો ક્રૂર પતિ
આ પણ વાંચો:રાજકોટ પોલીસકર્મી હત્યા કેસમાં સાક્ષીને મારી નાખવાની ધમકી, CCTV આવ્યા સામે
