Not Set/ દિલ્હીમાં વરસાદને કારણે તણાવ વધ્યો, હવામાન વિભાગે આજે  કર્યું  એલર્ટ જારી

  સોમવારે રાત્રે ભારે વરસાદ બાદ પાટનગર દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હી અને આસપાસના […]

India
576bd913220a63f788f123c22c619cb4 દિલ્હીમાં વરસાદને કારણે તણાવ વધ્યો, હવામાન વિભાગે આજે  કર્યું  એલર્ટ જારી
576bd913220a63f788f123c22c619cb4 દિલ્હીમાં વરસાદને કારણે તણાવ વધ્યો, હવામાન વિભાગે આજે  કર્યું  એલર્ટ જારી 

સોમવારે રાત્રે ભારે વરસાદ બાદ પાટનગર દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હી અને આસપાસના વિસ્તારોના બાકીના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. ગઈકાલે રાત્રે વરસાદના કારણે દિલ્હીના માર્ગો પર પાણી ભરાયા હતા. અનેક જગ્યાએ ટ્રાફિક ખોરવાયો હતો. તે જ સમયે, કેટલાક વિસ્તારોમાં લોકો પાણીમાં ફસાઈ ગયા હતા.

દિલ્હીના અન્ના નગર વિસ્તારમાં, વરસાદમાં મકાન ધરાશાયી થયા બાદ 10-15 પરિવારના સભ્યો મેટ્રો સ્ટેશન હેઠળ રોકાયા છે. મકાન ધરાશાયી થયા પછી, પીડિતોમાંથી એકએ કહ્યું કે ઘર તૂટી ગયું, જ્યાં રોકાયા ત્યાં પાણી ભરાયુ, અને સરકાર કંઈ સાંભળવા તૈયાર નથી.

હવામાનની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, ‘દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ,ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ ભારે અને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ પછી વરસાદ ઓછો થશે.

હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બેથી ત્રણ દિવસમાં, બંગાળની ખાડીમાંથી આવનારી ભેજવાળી હવાઓ અને અરેબિયન સમુદ્રથી દક્ષિણ-પશ્ચિમ હવાઓનુ સંયોજન થશે. આ દરમિયાન ચોમાસું પણ અહીં આવી ગયું છે. આ બંને પરિબળોને કારણે, આગામી 24 કલાકમાં દિલ્હી-એનસીઆરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આજે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારે વરસાદની આગાહી કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ પડ્યો હતો અને આ વલણ મંગળવારે સવાર સુધી ચાલુ રહ્યું હતું. પાટનગરમાં સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. રવિવારે દિલ્હીમાં ચોમાસાના પહેલા મુશળધાર વરસાદમાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.