પ્રહાર/ સજા અને સાંસદને છીનવી લેવા પર રાહુલ ગાંધીએ કહ્યું- સભ્યપદ જાય કે ધરપકડ થઇ જય, હું ચૂપ નહીં રહું…

રાહુલ ગાંધીએ કહ્યું, ‘દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. સંસદમાં મંત્રીઓએ મારી વિરુદ્ધ ખોટું બોલ્યા. મારા ભાષણોને સંસદમાંથી હટાવી દેવામાં આવ્યા.

Top Stories India
રાહુલ ગાંધીએ

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સદસ્યતા રદ થયા બાદ રાહુલ ગાંધીએ પહેલીવાર મીડિયાને સંબોધન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણીથી લઈને લોકસભા સ્પીકર સુધી રાહુલ ગાંધીએ તેમને ઘેર્યા છે.

ગાંધીએ કહ્યું, ‘મેં ઘણી વખત કહ્યું છે કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. રોજેરોજ આપણને આના નવા દાખલા મળી રહ્યા છે. મેં સંસદમાં પુરાવા આપ્યા, અદાણી અને પીએમ મોદીના સંબંધો વિશે વાત કરી. નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટ આપવામાં આવ્યું, મેં સંસદમાં આ અંગે વાત કરી હતી.

ગાંધીએ કહ્યું, ‘દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. સંસદમાં મંત્રીઓએ મારી વિરુદ્ધ ખોટું બોલ્યા. મારા ભાષણોને સંસદમાંથી હટાવી દેવામાં આવ્યા. તેમણે કહ્યું- હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું. હું ડરતો નથી. સત્ય બોલવા બદલ ભલે સભ્યપદ જતું રહે કે ધરપકડ થઈ જાય હું ચુપ નહીં રહું .

રાહુલ ગાંધીએ કહ્યું, ‘મેં સંસદમાં આ પ્રશ્ન પૂછ્યો હતો કે અદાણીજીની શેલ કંપનીમાં કોઈએ 20 હજાર કરોડનું રોકાણ કર્યું હતું. આ રકમ કોઈની છે. મેં સંસદમાં કહ્યું કે પીએમ મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને મેં તેમને પુરાવા પણ આપ્યા.

ગાંધીએ કહ્યું છે કે મારા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. મેં સંસદમાં તેના વિશે પુરાવા આપ્યા, સ્પીકરને તેના વિશે વિગતવાર લખ્યું. મેં તેમને કહ્યું કે નિયમોમાં ફેરફાર કરીને એરપોર્ટ અદાણીને આપવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નથી. તેણે મને કહ્યું કે તે કંઈ કરી શકે તેમ નથી. હું ડરતો નથી, હું પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખીશ. મારો ચૂપ રહેવાનો ઇતિહાસ નથી.

આ પણ વાંચો:રાહુલ ગાંધીની બેઠક વાયનાડમાં એપ્રિલમાં પેટાચૂંટણી યોજાઈ શકે

આ પણ વાંચો:રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાનો બનાવ લોકશાહી માટે કાળો દિવસઃ વિપક્ષ

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા ફક્ત કાગળ જ નહી, પણ તેમની ‘કિસ્મત’ પણ ફાડી

આ પણ વાંચો: ગાંધી પરિવાર કયા-કયા કેસોનો સામનો કરી રહ્યો છે તે જાણો

આ પણ વાંચો:માનહાનિના કેસમાં દોષિત રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ, લોકસભામાંથી થઇ વિદાય