Rahul-Waynad-Byelection/ રાહુલ ગાંધીની બેઠક વાયનાડમાં એપ્રિલમાં પેટાચૂંટણી યોજાઈ શકે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા Waynad Byelection રદ થતાં, કેરળની ખાલી પડેલી વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણીને લઈને મંથન શરૂ થઈ ગયું છે.

Top Stories India
Rahul Waynad Byelection રાહુલ ગાંધીની બેઠક વાયનાડમાં એપ્રિલમાં પેટાચૂંટણી યોજાઈ શકે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા Waynad Byelection રદ થતાં, કેરળની ખાલી પડેલી વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણીને લઈને મંથન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયનાડ લોકસભા મતવિસ્તારમાં પેટાચૂંટણીનો કાર્યક્રમ એપ્રિલમાં જાહેર થઈ શકે છે. આ અંગે ECએ પણ મંથન શરૂ કર્યું છે. આપને જણાવી દઈએ કે સુરત કોર્ટ દ્વારા અપરાધિક માનહાનિના કેસમાં બે વર્ષની જેલની Waynad Byelection સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધી સંસદમાંથી ગેરલાયક ઠર્યા છે.

લોકસભા સ્પીકરે રાહુલ ગાંધીના સંસદ જવાની સૂચના જારી કરી દીધી છે. Waynad Byelection જોકે, સજાની સાથે કોર્ટે રાહુલ ગાંધીને રાહત માટે અપીલ દાખલ કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. રાહુલે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવાની છે. જો ત્યાંથી રાહત નહીં મળે તો હાઈકોર્ટમાં અપીલ પણ થઈ શકે છે. જો ત્યાં પણ રાહત ન મળે તો તે સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરી શકે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. Waynad Byelection સુરતની એક કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને 2019માં દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને ‘મોદી સરનેમ’ સંબંધિત નિવેદન માટે તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે આઈપીસીની કલમ 504 હેઠળ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા, જે શાંતિનો ભંગ કરવા માટે ઈરાદાપૂર્વકના અપમાન સાથે કામ કરે છે. ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર હતા.

મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ માત્ર તેમનું સભ્યપદ ગુમાવ્યું નથી, Waynad Byelection પરંતુ જો તેમને ઉચ્ચ અદાલતમાંથી રાહત નહીં મળે તો તેઓ આગામી 8 વર્ષ માટે ચૂંટણીના રાજકારણમાંથી બહાર થઈ જશે. વાસ્તવમાં, કાયદો કહે છે કે જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદને 2 વર્ષની સજા થશે તો તેનું સભ્યપદ રદ થઈ જશે. આ પછી સજા પૂરી થયા બાદ પણ તેને 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણવામાં આવશે. આ નિયમ કોર્ટના નિર્ણય પછી તરત જ અમલમાં આવે છે. આ નિયમ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 (3) હેઠળ લાગુ થાય છે.

 

આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મોને સબસિડી/ 189 ગુજરાતી ફિલ્મોને રાજ્ય સરકારે 47 કરોડની સહાય ચૂકવી

આ પણ વાંચોઃ Modi Surname Case/ રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા ફક્ત કાગળ જ નહી, પણ તેમની ‘કિસ્મત’ પણ ફાડી

આ પણ વાંચોઃ ક્લાઇમેટ ચેન્જ/ ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સનો એક્શન પ્લાન તૈયાર થયો