India vs England/ ચોથી ટેસ્ટમાં પ્રથમ દિવસે લંચ સમયે ઇંગ્લેન્ડની અડધી ટીમ ઓલઆઉટ, ડેવ્યુ કરનારા આકાશદીપની 3 વિકેટ

પ્રથમ દિવસે લંચ બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી.

Top Stories Breaking News Sports
YouTube Thumbnail 2024 02 23T123142.161 ચોથી ટેસ્ટમાં પ્રથમ દિવસે લંચ સમયે ઇંગ્લેન્ડની અડધી ટીમ ઓલઆઉટ, ડેવ્યુ કરનારા આકાશદીપની 3 વિકેટ

રાંચીઃ  ભારત સામેની પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટના પ્રથમ પ્રથમ દિવસે લંચ બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટેસ્ટ ડેવ્યુ કરનારા આકાશે તેની બીજી ઓવરમાં જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. જો કે, તે બોલ નો બોલ નીકળ્યો. જોકે, આકાશે હાર ન માની અને પછી તેણે બેન ડકેટને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ કરાવ્યો. ડકેટ 11 રન બનાવી શક્યો હતો.

આ પછી તેણે એ જ ઓવરમાં ઓલી પોપને LBW આઉટ કર્યો હતો. પોપ ખાતું ખોલાવી શક્યા ન હતા. એક ઓવરમાં બે વિકેટ પડી જતાં ઇંગ્લિશ ટીમ રિકવર કરી શકી નહોતી. આકાશે પણ ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો. ક્રાઉલી 42 રન બનાવી શક્યો હતો. આકાશે ઇંગ્લેન્ડને આપેલા ઝાટકા પછી સ્પિનરોનો વારો હતો.

અશ્વિને જોખમી બનતા જોની બેયરસ્ટોને પેવેલિયન અને રવિન્દ્ર જાડેજાએ બેન સ્ટોક્સને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતના બે કલાકમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બેયરસ્ટો 38 રન અને સ્ટોક્સ ત્રણ રન બનાવી શક્યા હતા. સ્ટોક્સ આઉટ થતાં જ લંચની જાહેરાત કરવામાં આવી હતી.  લંચ સમયે જો રૂટ 16 રને રમતમાં હતા.

હાલમાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. ભારત આ ટેસ્ટ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવા માંગે છે. જ્યારે ઇંગ્લેન્ડ આ ટેસ્ટ જીતીને શ્રેણી 2-2થી સરખી કરવા આતુર છે. જો કે ભારતીય સ્પિનરો સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન કેટલું ટકી શકે છે તે જોવાનું મહત્વનું રહે છે. જાડેજા વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં 300 વિકેટ પૂરી કરે તેવી આશા રાખવામાં આવે છે. જો તે આ સિદ્ધિ નોંધાવે તો ભારત તરફથી કપિલદેવ અને અશ્વિન પછી આ સિદ્ધિ નોંધાવનારો ત્રીજો ઓલરાઉન્ડર બનશે.  તેણે ત્રીજી ટેસ્ટમાં જ સદી ફટકારવા દરમિયાન ત્રણ હજાર રન પૂરા કર્યા હતા.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ