નકલી ટોલનાકા/ મોરબી નકલી ટોલનાકામાં આખરે વહીવટીતંત્ર જાગ્યું, તપાસ કમિટીની કરાઈ રચના

મોરબી જિલ્લામાં વઘાસીયા પાસેના નકલી ટોલનાકું ઉભું કરી વાહનચાલકો પાસે રૂપિયા ખંખેરવામાં આવતા હોવાની વિગતો સામે આવતા વહીવટીતંત્રે આ મામલે તપાસના આદેશ આપ્યા.

Top Stories Gujarat Others
મૃત્યુદરમાં થશે ઘટાડો 9 1 મોરબી નકલી ટોલનાકામાં આખરે વહીવટીતંત્ર જાગ્યું, તપાસ કમિટીની કરાઈ રચના

ગુજરાતના મોરબીમાં નકલી ટોલનાકા કૌભાંડનો પર્દાફાશ થયો. મોરબીમાં વઘાસીયા પાસે બોગસ ટોલનાકા પ્રકરણમાં આખરે વહીવટી તંત્ર જાગ્યું. સોમવારે પ્રકાશમાં આવેલ મોરબી નકલી ટોલનાકા કૌભાંડમાં વહીવટીતંત્રે કાર્યવાહી કરતા તપાસ કમિટીની રચના કરી. બોગસ ટોલનાકા મામલાની તપાસ માટે વાંકાનેરના પ્રાંત અધિકારીએ ચાર અધિકારીઓની કમિટી બનાવી. જે અંતર્ગત મામલતદાર, ટીડીઓ, પીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનો તપાસ કમિટિમાં સમાવેશ કરાયો છે. આ કમિટી નકલી ટોલનાકા કૌભાંડની તપાસ કરી પ્રાંત અધિકારીને રિપોર્ટ કરશે જેના બાદ કલેકટરને ફાઈનલ રિપોર્ટ સુપરત કરાશે.

સોમવારે મોરબી જિલ્લાના વઘાસીયા પાસે fake toll naka  (નકલી ટોલનાકું) કૌભાંડ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. મોરબી જિલ્લામાં ­વઘાસીયા પાસે ટોલનાકું આવેલું છે. જ્યાં વાંકાનેર હાઈવે ટોલનાકાથી આગળના ભાગે કારખાનામાંથી પસાર થતા રસ્તા પર નકલી ટોલનાકું ઉભું કરવામાં આવ્યું હતું. વઘાસીયા પાસેના ટોલનાકાને બાયપાસ કરી વાંકાનેર પાસેના ટોલનાકા પરથી વાહનચાલકો પાસેથી ખોટી રીતે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી.

વાંકાનેર પાસેના fake toll naka (નકલી ટોલનાકું)નો કારોબાર દોઢ વર્ષથી ચાલતો હતો. વાહનચાલકો પાસેથી ઘણા સમયથી આ બોગસ ટોલનાકા પરથી પ્રતિ વાહનદીઠ 200 રૂપિયાની ઉઘરાણી કરાતી હતી. મીડિયામાં નકલી ટોલનાકાનું કૌભાંડ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું. આ કેસમાં પોલીસ પોતે ફરિયાદી બની 5 આરોપીઓ સામે 384, 406, 420 મુજબ ગુના નોંધવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં વઘાસીયા પાસેના નકલી ટોલનાકું ઉભું કરી વાહનચાલકો પાસે રૂપિયા ખંખેરવામાં આવતા હોવાની વિગતો સામે આવતા વહીવટીતંત્રે આ મામલે તપાસના આદેશ આપ્યા. આ કૌભાંડમાં એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે અનેક મોટા માથાની સંડોવણી હોઈ શકે. કારણે કે મોટા કદના મહાનુભાવોના રહેમ નજર વગર આમ કરવું શકય નથી. નકલી ટોલનાકા કૌભાંડમાં મોરબીના મુખ્ય ટોલનાકાના કર્મચારીઓ પણ સામેલ હોવાની શંકા છે. નોંધનીય છે કે બોગસ નકલી ટોલનાકા કૌભાંડમાં હજુ સુધી કોઈપણ શખ્સની ધરપકડ કરવામાં આવી નથી. બોગસ ટોલનાકા કૌભાંડ મામલે ઉહોપોહ વધતા વહીવટીતંત્ર લાલ આંખ કરતા તપાસ કમિટીની રચના કરી.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :