અમદાવાદથી દુબઈ જતી ફલાઈટમાં યુવકને હાર્ટએટેક (Heart Attack) આવ્યો. ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિને પગલે પાકિસ્તાનના કરાચીમાં ઇમરજન્સી લેન્ડીંગ કરાયું. સ્પાઈસ જેટની ફલાઈટમાં આ બનાવ બન્યો. સ્પાઈસ જેટની ફલાઈટ અમદાવાદથી દુબઈ જઈ રહી હતી. દરમ્યાન અચાનક અમદાવાદના 27 વર્ષ યુવકનું સ્વાસ્થ્ય બગડ્યું. ફલાઈટમાં મુસાફરી કરી રહેલા અમદાવાદના યુવકને અચાનક હાર્ટએટેક આવ્યો. મેડિકલ ઇમરજન્સીના કારણે દુબઈ જતી સ્પાઈસજેટની ફલાઈટ ડાયવર્ટ કરવી પડી. યુવકને હૃદયરોગના હુમલામાં જલદી સારવાર મળે માટે ફલાઈટનું કરાચીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું.
એરલાઈન્સે આપી માહિતી
એરલાઈન્સે આ બનાવની માહિતી આપી. એરલાઈન્સના જણાવ્યા મુજબ સ્પાઈસ જેટની બોઈંગ-737 ફલાઈટ અમદાવાદથી દુબઈ જઈ રહી હતી. દરમ્યાન અમદાવાદથી ઉડાન ભર્યા બાદ ફલાઈટમાં મુસાફરી કરી રહેલા અમદાવાદના 27 વર્ષીય યુવકની તબિયત અચાનક બગડી. યુવકને હાર્ટએટેક (Heart Attack) આવ્યો હોવાનું માલૂમ પડતા તાત્કાલિક સારવાર આપવા પાકિસ્તાનના કરાચીમાં ફલાઈટ ડાયવર્ટ કરાઈ.
મેડિકલ ટીમે આપી પ્રાથમિક સારવાર
એરલાઈન્સના અધિકારીઓએ જણાવ્યું કે મેડિકલ ઇમરજન્સીને પગલે સ્પાઈસ જેટ ફલાઈટનું કરાચીના જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદનો 27 વર્ષીય યુવક ધારવાલ ધર્મેશ દુબઈ જતી ફલાઈટમાં મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે અચાનક યુવકની તબિયત બગડી. CAAની મેડિકલ ટીમે તેની તપાસ કરતા યુવક હૃદયરોગના હુમલાનો શિકાર બન્યો હોવાનું જણાવ્યું. મેડિકલ ટીમે તાત્કાલિક પેસેન્જરની પ્રાથમિક સહાય પૂરી પાડી. પરંતુ યુવકનું સુગર લેવલ ઘટી જતા સ્થિતિ વધુ ગંભીર બની. મેડિકલ ટીમે યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવતા ફલાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. અમદાવાદના યુવકને તાત્કાલિક સારવાર મળતા સ્વસ્થ થયો અને ત્યારબાદ ફલાઈટ ફરી દુબઈ તરફ ઉડાન ભરી.
ICMR રિપોર્ટ
નોંધનીય છે કે દેશમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેક (Heart Attack)થી મૃત્યુ પામવાની ઘટના વધી છે. ખાસ કરીને યુવાનો હાર્ટએટેકથી મૃત્યુ પામતા હોવાનું જોવા મળતા તબીબ જગત પણ ચિંતિંત છે. હાર્ટએટેકની ઘટના વધવા પાછળ કોરોના રસીકરણ કાર્યક્રમ પર સવાલ ઉઠયા હતા. જો કે ICMRએ આ બાબતને નકારી છે. ICMR એક રિપોર્ટમાં હાર્ટએટેકના કારણો પાછળ લોકોની ખાન-પાનની આદતો વધુ પડતો સ્ટ્રેસ અને બદલાતી જીવનશૈલી હોવાનું જણાવ્યું. સરકાર સાથે લોકોએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવી પડશે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :