કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. જણાવી દઈએ કે, સુરતની એક કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને 2019માં દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને ‘મોદી સરનેમ’ સંબંધિત નિવેદન માટે તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે આઈપીસીની કલમ 504 હેઠળ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા, જે શાંતિનો ભંગ કરવા માટે ઈરાદાપૂર્વકના અપમાન સાથે કામ કરે છે. ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર હતા.
મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ માત્ર તેમનું સભ્યપદ ગુમાવ્યું નથી, પરંતુ જો તેમને ઉચ્ચ અદાલતમાંથી રાહત નહીં મળે તો તેઓ આગામી 8 વર્ષ માટે ચૂંટણીના રાજકારણમાંથી બહાર થઈ જશે. વાસ્તવમાં, કાયદો કહે છે કે જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદને 2 વર્ષની સજા થશે તો તેનું સભ્યપદ રદ થઈ જશે. આ પછી સજા પૂરી થયા બાદ પણ તેને 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણવામાં આવશે. આ નિયમ કોર્ટના નિર્ણય પછી તરત જ અમલમાં આવે છે. આ નિયમ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 (3) હેઠળ લાગુ થાય છે.
કોર્ટે શું કહ્યું?
વાસ્તવમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ ધરાવતા નિવેદન અંગે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ નિવેદન આપ્યું હતું. કોર્ટે રાહુલને રૂ. 15,000ના અંગત બોન્ડ પર જામીન આપતાં 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સજાને ઉપલી કોર્ટમાં પડકારી શકે છે. કોર્ટે તેના 170 પાનાના નિર્ણયમાં કહ્યું છે કે આરોપીઓ પોતે સાંસદ (સંસદના સભ્યો) છે અને સુપ્રીમ કોર્ટની સલાહ બાદ પણ આચારમાં કોઈ ફેરફાર થયો નથી.
આ પણ વાંચો:કેન્દ્રીય તપાસ એજન્સીઓના દૂરુપયોગના આરોપ સાથે 14 વિપક્ષ સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમાં
આ પણ વાંચો:મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂકંપ, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી મપાઈ તીવ્રતા
આ પણ વાંચો: રૂદ્રાક્ષ સેન્ટરમાં PM મોદી, થોડી વારમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધશે
આ પણ વાંચો:કળિયુગી માતાએ જન્મ આપતાં જ લાખોમાં વેચ્યું બાળક, પોલીસે બચાવ્યો નવજાતનો જીવ
આ પણ વાંચો: રાહુલની સજાના વિરોધમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે
