P Subramaniam Death/ સાઉથ એક્ટર અજીત કુમારના પિતા પી સુબ્રમણ્યમનું નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અજીત કુમારના પિતા પી સુબ્રમણ્યમનું આજે એટલે કે શુક્રવારે 84 વર્ષની વયે અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પી સુબ્રમણ્યમનું નિધન ઉંમર સંબંધિત બીમારીને કારણે થયું છે.

Trending Entertainment
અજીત કુમારના પિતા

બોલિવૂડ બાદ હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તમિલ સુપરસ્ટાર અજીત કુમારના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અજીત કુમારના પિતા પી સુબ્રમણ્યમનું આજે એટલે કે શુક્રવારે 84 વર્ષની વયે અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પી સુબ્રમણ્યમનું નિધન ઉંમર સંબંધિત બીમારીને કારણે થયું છે. પી સુબ્રમણ્યમે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા.

પી સુબ્રમણ્યમના પરિવારમાં તેમની પત્ની મોહિની અને ત્રણ પુત્રો અજીત કુમાર, અનૂપ કુમાર અને અનિલ કુમાર છે. અજીત કુમારના પિતાના અવસાનના સમાચારથી સમગ્ર દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ સર્જાયો છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દુઃખ વ્યક્ત કરતા દરેક પી સુબ્રમણ્યમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

અજીત કુમારના પિતા પી સુબ્રમણ્યમના નિધનના સમાચાર સાંભળીને અભિનેત્રી સાક્ષી અગ્રવાલે પણ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા પી સુબ્રમણ્યમને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, “અજીત કુમાર સર અને પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના..! ભગવાન તેમને આ નુકસાનને દૂર કરવાની શક્તિ આપે.

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અજીત કુમાર તાજેતરમાં જ તેની પત્ની શાલિની અને બાળકો સાથે દુબઈ વેકેશન પર ગયા હતા. જ્યાંથી તેની પત્નીએ વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ પણ વાંચો:વાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો વચ્ચે પૂર્વ પત્ની આલિયાની મુશ્કેલીઓ વધી, જાણો કોણે નોંધાવ્યો કેસ

આ પણ વાંચો:Happy family : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી

આ પણ વાંચો:‘બાળ કલ્યાણ’ નફાકારક પ્રવૃત્તિ માટે હોતું નથીઃ રાણી મુખર્જીની ફિલ્મ અંગે નોર્વેનો જવાબ

આ પણ વાંચો:આખરે, કેમ આ ગાયકના દીવાના થયા પીએમ મોદી, આ રીતે કર્યા વખાણ: જુઓ વીડિયો