Not Set/ રામ રહિમને રસ્તા પર ઉભા રહી બે હાથ જોડી નમસ્કાર કરવુ શિષ્યોને પડ્યુ ભારે

  સુનારીયા જેલ તરફ મોંઢુ રાખીને નમસ્કાર કરવા પર ૮ લોકોની અટકાયત કરવામાં આવી છે. યૌન શોષણ અને અન્ય કેટલાક કેસમોમાં જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહિમના ૮ શિષ્યો અને ૧ ડ્રાઈવરની જિલ્લા પોલીસે અટકાયત કરી છે. એટલુ જ નહીં પોલીસે તેમની કારને પણ જપ્ત કરી લીધી છે. આ શિષ્યો જેલ તરફ […]

Top Stories India
Gurmeet Ram Rahim singhram રામ રહિમને રસ્તા પર ઉભા રહી બે હાથ જોડી નમસ્કાર કરવુ શિષ્યોને પડ્યુ ભારે

 

સુનારીયા જેલ તરફ મોંઢુ રાખીને નમસ્કાર કરવા પર ૮ લોકોની અટકાયત કરવામાં આવી છે. યૌન શોષણ અને અન્ય કેટલાક કેસમોમાં જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહિમના ૮ શિષ્યો અને ૧ ડ્રાઈવરની જિલ્લા પોલીસે અટકાયત કરી છે. એટલુ જ નહીં પોલીસે તેમની કારને પણ જપ્ત કરી લીધી છે. આ શિષ્યો જેલ તરફ મોંઢુ રાખીને પોતાના ગુરુનુ નામ લઈ તેને નમસ્કાર કરી રહ્યા હતા.આપને જણાવી દઈએ કે, રામ રહિમ હાલ સુનારીયા જેલમાં બંધ છે.

મહત્વનુ છે કે ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહિમને સીબીઆઈની વિશેષ કોર્ટે બે સાધ્વીઓ પર રેપ મામલે ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૨૦ વર્ષની જેલની સજા સંભળાવી હતી. સજાની જાહેરાત માટે રોહતકની સુનારીયા જેલ પરિસરમાં જ કોર્ટ લગાવવામાં આવી હતી.

આ પહેલા ૨૫ ઓગસ્ટે પંચકૂલામાં સીબીઆઈના વિશેષ જજ જગદીપસિંહે રામ રહિમને આરોપી ઠેરવ્યો હતો, જ્યારબાદ રોહતક અને આસપાસના વિસ્તારમાં ભારે હિંસા ભડકી ઉઠી હતી અને રામ રહિમને હેલિકોપ્ટરના માધ્યમથી રોહતક જેલ મોકલવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી ડેરા પ્રમુખ આ જેલમાં બંધ છે. જેલમાં તેને અન્ય કેદીઓથી અલગ સેલમાં રાખવામાં આવ્યો છે અને કોઈપણ કેદીને તેને મળવાની મંજુરી નથી.

રામ રહિમ જેલમાં મુલાકાત માટે સોમવાર અને ગુરુવારનો દિવસ નક્કી કરાયો છે. ત્યારે કાર નંબર પીબી ૩૧ એફ ૦૦૪૪માં સવાર થઈને રામ રહિમના ૮ શિષ્યો સુનારીયા જેલ તરફ જતા રસ્તા પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર ઉભી રાખી જેલ તરફ મોંઢુ કરીને રામ રહિમનુ નામ લઈ હાથ જોડી નમસ્કાર કરતા નજરે પડ્યા. જેથી તાત્કાલિક પોલીસે આ તમામની અટકાયત કરી કાર જપ્ત કરી લીધી હતી. પોલીસે તમામની કડક પૂછપરછ કર્યા બાદ તેમને છોડી મુક્યા હતા.