સ્વાતંત્ર્ય સેનાની/ ‘મારી માટી મારો દેશ’ અભિયાનમાં રાજ્યના ૧૩ લાખથી વધુ રાષ્ટ્રભક્તો જોડાયા

‘મારી માટી મારો દેશ’નો પ્રારંભ તા.૦૯/૦૮/૨૦૨૩ કરાયો હતો. જેમાં આજ દિન સુધી આ અભિયાનમાં ૧૩,૬૯,૨૦૧ થી વધુ રાષ્ટ્રભક્તો જોડાઇ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Top Stories Gujarat Others
Untitled 120 3 ‘મારી માટી મારો દેશ’ અભિયાનમાં રાજ્યના ૧૩ લાખથી વધુ રાષ્ટ્રભક્તો જોડાયા

દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’નો પ્રારંભ તા.૦૯/૦૮/૨૦૨૩ કરાયો હતો. જેમાં આજ દિન સુધી આ અભિયાનમાં ૧૩,૬૯,૨૦૧ થી વધુ રાષ્ટ્રભક્તો જોડાઇ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ અભિયાન અંતર્ગત પાંચ થીમ આધારીત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં ચોથા દિવસે રાજ્યના ૧૦૭૪ ગામોમાં મહાનુભાવો/પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજિત ૧,૩૧,૧૪૭ દેશવાસીઓએ સહભાગી થયા હતા.

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શહીદ થયેલા વીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી મહિલાઓને સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવા તથા દેશવાસીઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાય તે માટે આ અભિયાનમાં સૌ નાગરિકોને સહભાગી બનવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો હતો. જેને આજે ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો  છે.

આ અભિયાનના ચાર દિવસો દરમિયાન ૧૧,૯૧૦ ગ્રામ પંચાયતોમાં પાંચ થીમ આધારીત  કાર્યક્રમો ગ્રામીણ  કક્ષાએ યોજાયા હતા. જેમાં ૧૧,૩૭૯ શીલાફલકમની સ્થાપના કરાઈ છે. જ્યારે વસુધાવંદનમાં ૮,૮૫,૮૫૫ રોપાઓનું વાવેતર કરાયું છે. દેશની આઝાદી માટે શહાદત વહોરનાર ૨૯,૩૭૪ શહિદ વીરો અથવા તેમના પરીવારોનું સન્માન કરાયું છે. આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી પંચપ્રણની ૮,૮૪,૬૨૬ સેલ્ફીઓ અપલોડ થઇ છે.

આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!