Not Set/ #વરસાદ : હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી

અષાઠી બીજનાં અમિ છાટણાને બાદ કરતા ગુજરાતમાં લગભગ અષાઠી બીજ કોરી દાકડ ગઇ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદની રાહ જોવાઇ રહી છે. સામાન્ય નાગરીકથી માંડીને ખેડૂતો જ્યારે કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે  હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં વરસાદની આગાહીથી અત્ર, તત્ર સર્વત્ર હર્ષની લાગણી […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
rain #વરસાદ : હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી

અષાઠી બીજનાં અમિ છાટણાને બાદ કરતા ગુજરાતમાં લગભગ અષાઠી બીજ કોરી દાકડ ગઇ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદની રાહ જોવાઇ રહી છે. સામાન્ય નાગરીકથી માંડીને ખેડૂતો જ્યારે કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે  હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં વરસાદની આગાહીથી અત્ર, તત્ર સર્વત્ર હર્ષની લાગણી પ્રસરી ગઇ છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ છે જેના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

rain1 #વરસાદ : હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્રારા કરવામા આવેલી આગાહી મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબકે તેવી શક્યતા વ્યક્ત કરવામા આવી છે. આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘો શ્રીકાર જોવા મળશે. સુરત, તાપી, નર્મદા અને પંચમહાલમાં ભારે વરસાદની સંભાવનાં હાવ જોવામા આવી રહી છે.

હવામાન વિભાગ દ્રારા કરવામા આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ ઉત્તર – મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામન્યથી મધ્યમ વરસાદ રહેશે. હાલ ગુજરાતમાં તમામ જગ્યાઓ વાદળ છાયું વાતવરણ જોવામા આવી રહ્યું છે. ત્યારે ભારે ઉકળાચ અને બફારાથી સામાન્ય માણસ પરેશાન છે.

rainy cloud1 #વરસાદ : હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી

આપને જણાવી દઇએ કે પૂર્વે દક્ષિણ ગુજરાતનાં મહત્તમ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે તેમની હાલત કંફોડી બની હતી. પરંતુ તાપી જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી બાજુ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગના મતે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી શકે છે. જેના લીધે માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.