Not Set/ #Budget2019: યુવાઓ માટે ખુશખબર, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનને 400 કરોડની ફાળવણી

દેશનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમનએ તમામ વર્ગોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. બજેટમાં યુવાનોને લઈને ઘણી જાહેરાતો કરવામાં આવી છે. બજેટ દરમિયાન, નાણામંત્રીએ ઉચ્ચ શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ભાર મૂક્યો હતો. આ સિવાય રમતગમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની યોજનાઓને લઈને તેમની સરકારની યોજનાઓ પણ સામે રાખી. નાણામંત્રીએ વિદેશી […]

Top Stories
vbdslgvh 7 #Budget2019: યુવાઓ માટે ખુશખબર, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનને 400 કરોડની ફાળવણી

દેશનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમનએ તમામ વર્ગોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. બજેટમાં યુવાનોને લઈને ઘણી જાહેરાતો કરવામાં આવી છે. બજેટ દરમિયાન, નાણામંત્રીએ ઉચ્ચ શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ભાર મૂક્યો હતો.

આ સિવાય રમતગમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની યોજનાઓને લઈને તેમની સરકારની યોજનાઓ પણ સામે રાખી. નાણામંત્રીએ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ‘સ્ટડી ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કરવા વાત કરી હતી.

બજેટ 2019 માં યુવાઓ માટે નાણામંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે રોજગારીના સેક્ટરમાં પણ મોટા કામ કરવાના છે. તેના માટે તેમણે ઉચ્ચ શિક્ષણનું વાતાવરણ આંતરરાષ્ટ્રીય બનાવવાની વાત કરી. તો ત્યાં જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૂલ્યોથી યુવાઓને જાગૃત કરવા માટે ની પહેલ શરૂ કરવાની પણ વાત કરી.

જાણો, યુવાઓ માટે બજેટમાં શું છે ખાસ…

નાણામંત્રીએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલા વિશ્વના ટોપ 200 માં દેશનું એક પણ શૈક્ષણિક સંસ્થાન આવતું નહોતું. આજ બે આઇઆઇતટી સહિત ત્રણ સંસ્થાન આ લિસ્ટમાં આવે છે અને આગળ વધારવાની તરફ અમે જોઈ રહ્યાં છીએ.

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે રેગ્યુલેટરી સિસ્ટમમાં વધુ સુધારા લાવવામાં આવશે જેથી દેશમાં ઉચ્ચ શિક્ષણનું વાતાવરણ આંતરરાષ્ટ્રીય સ્તરનું બની શકે.

રમો ભારત સ્કીમ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ એજ્યુકેશન બોર્ડની શરૂઆત થશે. ખેલાડીઓના વિકાસ માટે મોટું ઝુંબેશ ચલાવવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને 400 કરોડ રૂપિયાની મદદ કરશે કેન્દ્ર સરકાર.

વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘સ્ટડી ઇન ઈન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

મહાત્મા ગાંધીના મૂલ્યોથી યુવાઓને જાગૃત કરવા માટે ‘ગાંધીપીડિયા’ તૈયાર થશે

નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન બનાવામાં આવશે, જેનાથી રીસર્ચને આગળ વધારવામાં આવશે.

ટીચિંગ ગુણવત્તા વધારવા માટે ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાન યોજનાની શરૂઆત.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.