Not Set/ રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિની શ્રીહરનને મદ્રાસ હાઇકોર્ટે આપી 30 દિવસની પેરોલ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિની શ્રીહરનને મદ્રાસ હાઇકોર્ટથી પેરોલ મળી ગઇ છે. નલિનીને મદ્રાસ હાઇકોર્ટે 30 દિવસની પેરોલ આપી છે. આજીવન કેદની સજા ભોગવી રહેલી નલિનીને હવે જલ્દી જ જેલથી બહાર આવશે. તેણે રિહાઇ માટે રાષ્ટ્રીય મહિલા આયોગનો દરવાજો ખખડાવ્યો હતો. આપને જણાવી દઇએ કે, નલિની અત્યાર સુધીમાં 25 વર્ષની સજા ભોગવી ચુકી […]

Top Stories India
nalini shriharan રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિની શ્રીહરનને મદ્રાસ હાઇકોર્ટે આપી 30 દિવસની પેરોલ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિની શ્રીહરનને મદ્રાસ હાઇકોર્ટથી પેરોલ મળી ગઇ છે. નલિનીને મદ્રાસ હાઇકોર્ટે 30 દિવસની પેરોલ આપી છે. આજીવન કેદની સજા ભોગવી રહેલી નલિનીને હવે જલ્દી જ જેલથી બહાર આવશે. તેણે રિહાઇ માટે રાષ્ટ્રીય મહિલા આયોગનો દરવાજો ખખડાવ્યો હતો. આપને જણાવી દઇએ કે, નલિની અત્યાર સુધીમાં 25 વર્ષની સજા ભોગવી ચુકી છે.

નલિનીએ પોતાની દિકરીનાં લગ્ન કરાવવા માટે હાઇકોર્ટ પાસેથી છ મહિનાની પેરોલની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. પરંતુ શુક્રવારે, હાઇકોર્ટે તેની અરજીનો નિકાલ કરતા એક મહિનાનો પેરોલ મંજૂર કર્યો. આપને જણાવી દઇએ કે, નલિનીની 14 જૂન 1991નાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 1998માં એક વિશેષ કોર્ટે નલિની અને 25 અન્યને રાજીવ ગાંધી હત્યાકાંડનાં દોષી માન્યા હતા. નલિનીનો પતિ મુરુગન પણ આ મામલે જેલમાં બંધ છે. વર્ષ 2000માં મહિલા આયોગનાં હસ્તાક્ષેપ કર્યા બાદ નલિનીની ફાંસીની સજાને આજીવનમાં બદલવામાં આવી હતી. મદ્રાસ હાઇકોર્ટે તેની દિકરીનાં લગ્નની વ્યવસ્થા કરવા માટે એક મહિનાની પેરોલ આપી છે.

નલિનીનાં વકિલ પી. પુગાઝેંથીએ કહ્યુ કે, નલિની દેશની પહેલી એવી મહિલા છે, જેણે સજા તરીકે જેલમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આટલા લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ બે વખત મહિલા આયોગને પત્ર લખવામાં આવી ચુક્યો છે. જો તમિલનાડુ સરકાર બંધારણનું પાલન કરતી તો તે પહેલા જ રિહા થઇ ચુકી હોત.

ઉલ્લેખનીય છે કે, નલિનીને રાજીવ ગાંધી હત્યાકાંડમાં દોષી માનવામાં આવી હતી અને તેને મોતની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ તેની સજાને આજીવન સજામાં બદલવામાં આવી હતી. નલિની સિવાય આ મામલે છ અન્ય લોકો પણ આજીવન સજા ભોગવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.