Not Set/ #Budget2019: મોદી સરકારનું રેલતંત્રને ગતિ આપનારું રેલવે અંદાજપત્ર,આવી છે ખાસ વાત

PM મોદી સરકારનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલવે બજેટ રજૂ કરતા સમયે રેલવેનાં વિકાસ અને મુસાફરોની સુવિધા પર સવિશેષ ભાર મૂક્યો છે. રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 2018-2030 વચ્ચે 50 લાખ કરોડ રુપિયાની જરુર પડશે. જેથી રેલવેનાં વિકાસ અને માલગાડી સેવાઓ માટે સાર્વજનિક-ખાનગી ભાગીદારી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ-PPP) મૉડલનો ઉપયોગ કરાશે. રેલવેમાં ખાનગી મૂડી રોકાણ સરકાર વધારશે. મોદી સરકાર માલગાડી […]

Top Stories
RAILWAY BUDGET 2019 #Budget2019: મોદી સરકારનું રેલતંત્રને ગતિ આપનારું રેલવે અંદાજપત્ર,આવી છે ખાસ વાત

PM મોદી સરકારનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલવે બજેટ રજૂ કરતા સમયે રેલવેનાં વિકાસ અને મુસાફરોની સુવિધા પર સવિશેષ ભાર મૂક્યો છે. રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 2018-2030 વચ્ચે 50 લાખ કરોડ રુપિયાની જરુર પડશે. જેથી રેલવેનાં વિકાસ અને માલગાડી સેવાઓ માટે સાર્વજનિક-ખાનગી ભાગીદારી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ-PPP) મૉડલનો ઉપયોગ કરાશે.

રેલવેમાં ખાનગી મૂડી રોકાણ સરકાર વધારશે. મોદી સરકાર માલગાડી માટે નદી માર્ગનો ઉપયોગ કરવાની પરિકલ્પના પણ કરી કરી રહી છે, જેથી રોડ અને રેલ માર્ગ પર ભીડભાડના કારણે અડચણો ઘટી શકે. અને મુસાફરોને રેલવે બજેટમાં વિશેષ ભેટ આપતા મોદી સરકારે રેલવેમાં ખાસ આદર્શ ભાડા યોજના તૈયાર કરવાનું નક્કી કર્યું છે. હાલ દેશમાં 657 કિલોમીટર મેટ્રો રેલ નેટવર્ક ઓપરેટિંગમાં છે.

Railway budget #Budget2019: મોદી સરકારનું રેલતંત્રને ગતિ આપનારું રેલવે અંદાજપત્ર,આવી છે ખાસ વાત

રેલવે બજેટ 2019ની મુખ્ય 10 ખાસિયત જાણો..

1. રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધાર માટે આગામી 11 વર્ષ દરમિયાન 50 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે

2. રેલવેમાં આદર્શ મુસાફર ભાડા યોજના લાગુ કરવામાં આવશે

3. PPP મોડલ અનુસાર રેલવે અને મેટ્રોનો વિકાસ કરવામાં આવશે

4. 300 કિલોમીટર મેટ્રો રેલ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી

5. ફ્રેઇટ કોરિડોર નિર્માણનું કામ 2022 સુધી પૂર્ણ કરવામાં આવશે

6. ભાડામાં કોઈ વધારા ઘટાડાની જાહેરાત નહીં

7. દિલ્હી અને મેરઠ વચ્ચે રેપિડ રેલ ટ્રાન્જિટ કોરિડોરના કામમાં ઝડપ લવાશે

8. તમામ અર્બન રેલવેના વિકાસ અને વિસ્તાર માટે SPV પર ભાર મૂકવામાં આવ્યો છે

9. સેમી હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટમાં ઝડપ લવાશે

10. ટ્રેન સમયસર ચાલે અને મુસાફરોને રાહ જોવી ન પડે એ મુદ્દે ભાર મૂકવામાં આવ્યો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરવામાં આવેલાં રેલવે બજેટ 2019, ભારતીય રેલને ગતિ આપનારું અને મુસાફરોને અનેક પ્રકારે ફાયદો કરનારું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.