આક્ષેપ/ ડુંગળી બટેટાથી નહિ પણ ટ્રક ભરીને મોકલાયેલા પૈસાથી બદલાઈ છે આ સરકાર : ગેહલોત

દેશ સાથે છેતરપિંડી થઇ રહી છે. અને મોદીજીનું ગુજરાત મોડલ ફ્લોપ રહ્યું હોવાનું પણ ઉચ્ચાર્યું હતું.

Top Stories India
અશોક ગહેલોત

રાજકારણમાં એકબીજા ઉપર કિચડ ઉછાડવો એ સામાન્ય બાબત છે. જોકે ક્યારેક કેટલીક બાબતો અને સવાલો સરકાર બનાવવા અને ઉથલાવવા મહત્વના સાબિત થતા હોય છે અને કેટલાક નિવેદન લોકોમાં ચર્ચા જગાડનાર અને વિવાદ સર્જનાર હોય છે. આવું જ એક નિવેદન તાજેતરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ અને અર્ધલશ્કરી દળને લઈને આપ્યું છે. તેમણે પૈસાના આધારે રાજ્યોમાં સરકારો બદલવા માટે ભાજપ પર નિશાન સાધ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે ફોર્સ અને પોલીસની ટ્રકમાં બે નંબર ભરીને તે ભાજપના કાર્યાલયો સુધી પહોંચે છે. તેઓ અર્ધલશ્કરી દળો અથવા પોલીસકર્મીઓને પકડે છે, જ્યાં તેમની સરકાર હોય છે. તેઓ ટ્રક ભરીને પૈસા લાવે છે, ટ્રકને ભાજપ કાર્યાલયના પાછળના ભાગે લઈ જાય છે. તે બોક્સ કાઢીને અંદર મૂકે છે. કાર પોલીસની છે, કોણે પકડી છે? લોકોને લાગે છે કે તેમની ભરતી કરનારાઓ મદદ કરવા આવ્યા હશે. ગહલોતનાં આવા નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે અને લોકોમાં અનેક સવાલો જાગ્યા છે. (અશોક ગેહલોત)

ગેહલોત સોમવારે જયપુરમાં શહીદ સ્મારક ખાતે કોંગ્રેસના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં બોલી રહ્યા હતા ત્યારે તેમને કહ્યું હતું કે- ગોવા, અરુણાચલ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને હવે મહારાષ્ટ્રમાં બટાકા અને ડુંગળી સાથે સરકારો બદલાઈ નથી. તમે કહો કે મોદીજીએ નોટબંધી કરી હતી. સામાન્ય સમજની વાત છે, 1000-500ની નોટો બંધ કરવામાં આવી હતી, તે નોટો મોટી જગ્યા રોકે છે.તમે 1000ની નોટ બંધ કરીને 2000ની નોટ કેમ શરૂ કરી? રૂપિયાના ટ્રાન્સપોર્ટેશનમાં 2000ની નોટ ઓછી જગ્યા રોકશે, એટલા માટે આવું કરવામાં આવ્યું. દેશ સાથે આ એક મોટું ષડયંત્ર છે. કોંગ્રેસના કાર્યકરોએ ગભરાવાની જરૂર નથી, સત્ય તમારી સાથે છે. દેશ સાથે છેતરપિંડી થઇ રહી છે.  અને મોદીજીનું ગુજરાત મોડલ ફ્લોપ રહ્યું હોવાનું પણ ઉચ્ચાર્યું હતું. ગુજરાત મોડલના નામે આખા દેશ સાથે છેતરપિંડી કરવામાં આવી. અડવાણીજીએ શરૂઆત કરી, મોદીજી તેની મદદથી દિલ્હી પહોંચ્યા. તેણે કહ્યું – મોડલ કંઈ નહોતું, તે માત્ર માર્કેટિંગ હતું. આજે પણ ભાજપના લોકો માર્કેટિંગ પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે. આજે આઈટી અને સોશિયલ મીડિયાનો જમાનો છે, બીજેપીના લોકો આના પાછળ ઘણા પૈસા ખર્ચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગહલોતના આવાનિવેદન બાદ ચારેતરફ ચર્ચાઓ જાગી છે અને સવાલો વધુ તેજ થઇ રહ્યા છે.

આ પણ વાંચો : સંભાળજો! નાગરિકધર્મ ચુકશો તો રાષ્ટ્રની ગરિમાને ઠેસ પહોંચશે | ઉજવણી કરજો પરંતુ આમાન્યા જરૂર જાળવજો