ગુજરાત/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંચમહાલથી ગરીબ મેળાનો પ્રારંભ કરાવશે! રાજ્યના અનેક જિલ્લામાં આયોજન

ગુજરાતની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ત્યારે સત્તા પક્ષ અસરકારક રીતે તેના વિકાસલક્ષી કાર્યો પરિપૂર્ણ કરવા માટે કામે લાગી ગઇ છે. આજથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થવાનો છે,

Top Stories Gujarat
2 28 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંચમહાલથી ગરીબ મેળાનો પ્રારંભ કરાવશે! રાજ્યના અનેક જિલ્લામાં આયોજન
  • આજથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ
  • રાજયમાં અનેક સ્થળે યોજાશે ગરીબ કલ્યાણ મેળા
  • મુખ્યમંત્રી પંચમહાલથી કરાવશે ગરીબ મેળાનો પ્રારંભ
  • ગાંધીનગર જિલ્લામાં આરોગ્ય મંત્રી કરાવશે પ્રારંભ
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કરાવશે ગરીબ મેળાનો પ્રારંભ
  • રાજકોટમાં જીતુ વાઘાણી કરાવશે મેળાનો પ્રારંભ

ગુજરાતની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ત્યારે સત્તા પક્ષ અસરકારક રીતે તેના વિકાસલક્ષી કાર્યો પરિપૂર્ણ કરવા માટે કામે લાગી ગઇ છે. આજથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થવાનો છે, ગુજરાતના અનેક સ્થળો પર ગરીબ ક્લયાણ મેળો યોજાવવાના છે. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પંચમહાલથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022 દરમિયાન યોજાનારા ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 14 ઓક્ટોબરના રોજ 10 વાગ્યેથી એસ.આર.પી ગ્રાઉંડ ખાતેથી કરવામા આવશે. આ પ્રસંગે જિલ્લાના કુલ 5910 લાભાર્થીઓને રુપિયા 130.34 કરોડના વિવિધ વિભાગોની યોજનાકીય સહાયના લાભો મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરાશે. પંચમહાલ જિલ્લામાં વર્ષ 2013થી લઈને અત્યાર સુધી (2021/22) સુધી કુલ 07 ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કુલ રુપિયા 509.31 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ અંતર્ગત અત્યાર સુધી જિલ્લાના 2,40,666 લાભાર્થીઓને લાભ મળ્યો છે.

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના 11 તબક્કામાં 1530 ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1.47 કરોડ દરિદ્ર નારાયણ જરૂરિયાતમંદોને રૂ. 26,600 કરોડ ઉપરાંતની સહાય હાથો હાથ પહોંચાડવામાં આવી છે. 12માં ત્રિદિવસીય રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં 57,231 લાભાર્થીઓને રૂ. 154.44 કરોડની સ્થળ ઉપર સહાય તેમજ 17,30,653 લાભાર્થીઓને રૂ. 7610.58 કરોડની કુલ સહાય ચૂકવવામાં આવી છે.