Gujarat/ સાંસદ દર્શના જરદોશે ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટી પર કર્યા શાબ્દિક પ્રહાર

ગુજરાતમાં  ભાજપની ગૌરવ યાત્રા ચાલી રહી છે, ત્યારે ગૌરવ યાત્રા નવસારીમાં પહોચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

Top Stories Gujarat
4 25 સાંસદ દર્શના જરદોશે ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટી પર કર્યા શાબ્દિક પ્રહાર

ગુજરાતમાં થોડા દિવસો બાદ ચૂંટણી યોજાવવાની છે એટલે રાજકીય વાતાવરણ રાજ્યમાં ગરમાયુ છે.  ગુજરાતમાં  ભાજપની ગૌરવ યાત્રા ચાલી રહી છે, ત્યારે ગૌરવ યાત્રા નવસારીમાં પહોચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ સાથે નવસારીમાં સુરતનાં સાંસદ અને કેન્દ્રીય રેલ અને ટેક્સટાઈલના રાજ્યમંત્રી દર્શના જરદોશે સભાને સંભોધતા  કહ્યું  આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. દર્શનાએ કહ્યુ હતુ કે, માતા સમાન હિરા બા પર કોઈ પણ પ્રકારના આક્ષેપને ચલાવામાં નહી આવે. પ્રધાનમંત્રીની માતા વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપવાનું ગુજરાતની પ્રજા જાણે છે.

છેલ્લા ઘણા સમયથી આમ આદમી આર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના પર ભાજપ હાલ આપ ને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ગોપાલ ઈટાલિયાનો વીડિયો ચૂંટણી ટાણે વાયરલ થયો છે. જેના અનુસંધાને રાષ્ટ્રીય મહિલા આયોગે પણ તેમને સમન્સ આપ્યા હતા. ઈટાલિયાના હાજર થયા બાદ દિલ્હી પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી. જેથી મામલે હાલ આમ આદમી પાર્ટી ઈટાલિયાના સમર્થનમાં આવી છે. તો બીજી બાજુ ભાજપ પણ ઈટાલિયાનો ભારે વિરોધ કરી હતી છે. નવસારીમાં ભાજપની ગૌરવ યાત્રામાં દર્શના જરદોસે ઈટાલિયા અને આપ પાર્ટીને આડા હાથે લીધી હતી.

જનસભાને સંબોધન કરતા દર્શનાએ કહ્યું કે, ‘જે માતાએ 100 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હોય, જે માતા પોતાના પુત્રને વર્ષમાં ભાગ્યે જ એક વાર મળે છે અને વડાપ્રધાનના નિવાસસ્થાને પણ રહેતી નથી. તેમને રાજકારણમાં ખેંચીને અપમાનિત કરવા એ આમ આદમી પાર્ટીની હળવી માનસિકતા દર્શાવે છે. ભાજપ મહિલા મોરચા દ્વારા પણ તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. માતા સમાન હીરા બા કોઈ પણ પ્રકારનો આક્ષેપ કરવામાં આવશે તો તેને ચાલાવી લેવામાં નહી આવે. અને આવા અપમાનનો જવાબ તો આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા આપશે.