flower show 2023/ ફલાવર શોની મુલાકાત લેતા પહેલા આ માહિતી જાણવી તમારા માટે અનિવાર્ય છે,આ તારીખથી શરૂ થશે

ફલાવર શોને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમારે વિસ્તૃત માહિતી આપી હતી. 

Top Stories Gujarat
flower show 2023
  • ફલાવર શોને લઈ મેયર કિરીટ પરમારે આપી માહિતી
  • 31 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી યોજાશે ફલાવર શો
  • 10 લાખ જેટલા ફૂલ છોડ પ્રદર્શનમાં હશે
  • દરેક ઝોનલ ઓફિસમાં ટીકીટનું વેચાણ
  • કોરોના ગાઈડલાઈન ભંગ ન થાય તેવી વ્યવસ્થા
  • પુખ્તવ્યના લોકો માટે રૂ. 30 ટિકિટના દર
  • બપોરે બે વાગ્યા બાદ અટલ બ્રિજ બંધ રખાશે

flower show 2023:   અમદાવાદ મન્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ સાથે ફલાવર શો (flower show) ને પણ મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) દ્વારા આપવામાં આવી છે, હાલ કાંકરિયા કાર્નિવલ (Kankaria Carnival) ચાલી રહ્યો છે,તમામ પ્રજાજનો કોરોના ગાઇડ લાઇનનું અમલ કરીને કાર્નિવલનું આનદ ઉઠાવી રહ્યા  છે,હવે ફલાવર શોને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમારે વિસ્તૃત માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે મેયર કિરીટ પરમારે (MAYOR KIRIT PARMAR) ફલાવર શોને લઇને જણાવ્યું હતું કે ફલાવર શો (flower show 2023) 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી યોજાશે,આ ઉપરાંત 10 લાખ જેટલા ફૂલ અને છોડ પ્રદર્શન માટે મૂકવામાં આવશે. દરેક ઝોન ઓફિસમાં ટિકિટનું વેચાણ થશે. આ સાથે કોરોના ગાઇડલાઇનનું સખત પાલન કરવું પડશે. ફલાવર શોની (flower show 2023) ટિકિટ દર પુખ્તવય માટે 30 રૂપિયા રાખવામાં આવ્યા છે. મેયરે વધુમાં જણાવ્યું હતું કે બપોરે બે વાગ્યા બાદ અટલ બ્રિજ બંધ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે અમદવાદના એલિસબ્રિજ ખાતે યોજવામાં આવતા ફ્લાવર શોની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાન્યુઆરી માસના પ્રથમ પખવાડિયામાં ‘અમદાવાદ ફલાવર શો’નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 31મી ડિસેમ્બર 2022થી ફ્લાવર શો (flower show 2023) 2023નું આયોજન કરવામાં આવેલ છે.ફ્લાવર પાર્કમાં ફ્લાવર શો પૂર્વેની કામગીરી ચાલુ હોવાથી ફ્લાવર પાર્ક તારીખ 26 થી 30 મી ડિસેમ્બર સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવેલ છે. 31 મી ડિસેમ્બરથી રાબેતા મુજબ પાર્ક ખુલ્લો મુકવામાં આવનાર છે.

Reliance Family Day Function/રિલાયન્સ ફેમિલી ડે સમારોહમાં મુકેશ અંબાણી અર્થતંત્રને લઇને કરી મોટી વાત,

Political/કોંગ્રેસના જયરામ રમેશે કફ સિરપ મામલે આપેલા નિવેદન પર ભાજપનો પલટવાર,રાજકારણ ગરમાયું ,WHOએ

Rahul Gandhi/રાહુલ ગાંધીને કેવી લાઇફ પાર્ટનર જોઈએ તે જાણો