Election/ આજે વિજય મુહૂર્ત 12.39 વાગ્યે ભાજપના ઉમેદવારો નોધાવશે ઉમેદવારી

આજે વિજય મુહૂર્ત 12.39 વાગ્યે ભાજપના ઉમેદવારો નોધાવશે ઉમેદવારી

Top Stories Gujarat Others
corona vaccine 2 આજે વિજય મુહૂર્ત 12.39 વાગ્યે ભાજપના ઉમેદવારો નોધાવશે ઉમેદવારી

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહીછે. ત્યારે ભાજપ દ્વારા તમામ 6 મહાનગર પાલિકા માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈચુકી છે. ભાજપે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બનાવેલા કેટલાક નિયમોને અનુસાર ટીકીટની ફાળવણી કરી છે. અને આજ રોજ વિજય મુહુર્ત એટલે કે 12.39 વાગ્યે ગુજરાત ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોધાવશે. ફોર્મ ભરવાનો આવતી કાલે શનિવાર 6 ફેબ્રુઆરી અંતિમ દિવસ છે.

ભાજપના અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, રાજકોટના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. અને અને ઉલ્લેખનીય છે કે આ બધી જ મહાનગર પાલિકામાં હાલમાં ભાજપનું શાસન છે. કેટલાક સ્થળોએ ભાજપ દ્વારા બનાવેલા નિયમોને કારણે કેટલાક જુના જોગીઓની ટીકીટ કાપવામાં આવી છે અને નવા ચેહરાને સ્થાન આપવામાં આવ્યું છે. તેનો આંતર કલહ પણ જોવા મળ્યો છે.

અમદાવાદ મનપાના ઉમેદવારો શહેર ભાજપ કાર્યાલય પર  એકત્રિત થશે. અને કાર્યાલય થી વિવિધ કચેરોએ  ફોર્મ ભરવા જશે. ભાજપે 6 મનપાના 575 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં અમદાવાદના 48 વોર્ડના 192, વડોદરાના 19 વોર્ડના 76, સુરતના 30 વોર્ડના 119, જામનગરના 16 વોર્ડના 64, ભાવનગરના 13 વોર્ડના 52, રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરાયા છે.

ભાજપે બનાવેલા નિયમો અનુસાર એકપણ પૂર્વ મેયર ને ટીકીટ આપવામાં આવી નથી. જેમાં અમદાવાદનાં પૂર્વ મેયર બિજલ પટેલ, અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહનું પણ પત્તુ કપાયું છે.તો સાથે અમદાવાદના ખાડિયામાંથી મયૂર દવે, સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન અમૂલ ભટ્ટનું પત્તુ કપાયું છે. નવા કાર્યકરોને મહાનગરપાલિકાની ચૂંટણીમાં તક અપાઈ છે. તો કેટલાક વોર્ડમાં ઉમેદવારોને રીપીટ કરાયા છે. યાદીઓ જાહેર થતા જ તમામ શહેરોમાં પક્ષનો આંતરિક વિગ્રહ બહાર આવી રહ્યો છે.

જામનગરમાં ઉમેદવાર જાહેર થતા જ ભડકો થયો હતો. પૂર્વ ડેપ્યુટી મેયર અને પાંચ ટર્મથી ચૂંટાયેલ કરશન કરમુર દ્વારા  રાજીનામુ આપવામાં આવ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો ભોગ બનતા નારાજ થઈ રાજીનામુ આપ્યું છે. કેબીનેટ મંત્રી ફળદુ, રાજ્ય મંત્રી હકુભાની હાજરીમાં દલીલો કરી શહેર પ્રમુખને રાજીનામુ આપ્યું હતું. અન્ય સિનિયર નેતાઓ પણ મેદાને આવે તો ભાજપ માટે આ ચૂંટણી કપરા ચઢાણ સાબિત થાય તેમ છે.

જામનગરમાં ઉમેદવાર જાહેર થતા જ ભડકો થયો હતો. પૂર્વ ડેપ્યુટી મેયર અને પાંચ ટર્મથી ચૂંટાયેલ કરશન કરમુર દ્વારા  રાજીનામુ આપવામાં આવ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો ભોગ બનતા નારાજ થઈ રાજીનામુ આપ્યું છે. કેબીનેટ મંત્રી ફળદુ, રાજ્ય મંત્રી હકુભાની હાજરીમાં દલીલો કરી શહેર પ્રમુખને રાજીનામુ આપ્યું હતું. અન્ય સિનિયર નેતાઓ પણ મેદાને આવે તો ભાજપ માટે આ ચૂંટણી કપરા ચઢાણ સાબિત થાય તેમ છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 10.33 કરોડ, US માં કુલ મૃત્યુઆંક 4.66 લાખને પાર

Vaccine / આ જ રસી કોરોના વાયરસના દરેક સ્ટ્રેન પર હુમલો કરે એવી રસી આવતા વર્ષ સુધીમાં બજારમાં ઉપલબ્ધ કરાશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…