Not Set/ ઇરાક/ વડા પ્રધાન મહાદીની રાજીનામું આપવાની ઘોષણા

ઇરાકના વડા પ્રધાન આદિલ અબ્દેલ મહાદીએ શુક્રવારે ઘોષણા કરી હતી કે દેશમાં હિંસાનો અંત નહિ આવવાને કારણે તેઓ દેશના સર્વોચ્ચ શિઆ મૌલવીની ઇચ્છા અનુસાર પોતાના પદ પરથી રાજીનામું આપશે. ઉલ્લેખનીય છે કે, ઇરાકમાં સરકાર વિરોધી ઘર્ષણમાં બે મહિનાના દરમિયાન લગભગ ચારસો લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, ગુરુવારે થયેલી હિંસા દરમિયાન પોલીસ ફાયરિંગમાં 45 લોકોના મોત […]

Top Stories World
મહાદી ઇરાક/ વડા પ્રધાન મહાદીની રાજીનામું આપવાની ઘોષણા

ઇરાકના વડા પ્રધાન આદિલ અબ્દેલ મહાદીએ શુક્રવારે ઘોષણા કરી હતી કે દેશમાં હિંસાનો અંત નહિ આવવાને કારણે તેઓ દેશના સર્વોચ્ચ શિઆ મૌલવીની ઇચ્છા અનુસાર પોતાના પદ પરથી રાજીનામું આપશે.

ઉલ્લેખનીય છે કે, ઇરાકમાં સરકાર વિરોધી ઘર્ષણમાં બે મહિનાના દરમિયાન લગભગ ચારસો લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, ગુરુવારે થયેલી હિંસા દરમિયાન પોલીસ ફાયરિંગમાં 45 લોકોના મોત થયા હતા, જેની દેશભરમાં નિંદા થઈ રહી છે.

આ અંગે વડા પ્રધાન મહાદિના લેખિત નિવેદનની રજૂઆત બાદ સામાન્ય લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બગદાદના તાહિર સ્ક્વેર પર એકઠા થયેલા લોકોએ એકબીજાને શુભેચ્છાઓ આપવાનું શરૂ કર્યું. લોકો માને છે કે દેશનો શાસક વર્ગ ભ્રષ્ટ અને અક્ષમ છે.

મહાદીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેઓ રાજીનામું સંસદમાં સુપરત કરશે. હકીકતમાં, શિયા ધર્મના ગુરુ અલ સિસ્તાનીએ જુમ્માની પ્રાર્થના પછી કહ્યું હતું કે દેશના આવરણને બદલવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.