Not Set/ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોનાં 50થી વધુ સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખી પ્રજ્ઞા ઠાકુર સંદર્ભે સેન્સર પ્રસ્તાવની માંગ કરી

ભાજપનાં ભોપાલનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા સંસદ ગૃહમાં કરવામાં આવેલા ગોડસે અને ગાંઘી સહિત કોંગ્રેસને આતંકવાદી પાર્ટીનાં વિધાનનાં વિરોધમાં કોંગ્રેસનાં સાંસદ અને દિગ્ગજ નેતા શશી થરૂર દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે, તેઓએ (ભાજપ) તેમને(પ્રજ્ઞા ઠાકુર) ટિકિટ આપી અને સંસદમાં લાવ્યા છે. સંસદ પક્ષની બેઠકોમાં બેસવાની મંજૂરી ન આપવાથી શું થશે? કોંગ્રેસનાં સાંસદ શશી […]

Top Stories India
pjimage 29 કોંગ્રેસ સહિત અન્ય પક્ષોનાં 50થી વધુ સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખી પ્રજ્ઞા ઠાકુર સંદર્ભે સેન્સર પ્રસ્તાવની માંગ કરી

ભાજપનાં ભોપાલનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા સંસદ ગૃહમાં કરવામાં આવેલા ગોડસે અને ગાંઘી સહિત કોંગ્રેસને આતંકવાદી પાર્ટીનાં વિધાનનાં વિરોધમાં કોંગ્રેસનાં સાંસદ અને દિગ્ગજ નેતા શશી થરૂર દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે, તેઓએ (ભાજપ) તેમને(પ્રજ્ઞા ઠાકુર) ટિકિટ આપી અને સંસદમાં લાવ્યા છે. સંસદ પક્ષની બેઠકોમાં બેસવાની મંજૂરી ન આપવાથી શું થશે? કોંગ્રેસનાં સાંસદ શશી થરૂર વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેણી(પ્રજ્ઞા ઠાકુર) માફી ન માંગે, ત્યાં સુધી તેને સંસદમાં બેસવાની મંજૂરી ન આપવી જોઇએ, અમે(કોંગ્રેસ) પ્રજ્ઞા ઠાકુર સંદર્ભે સેન્સર પ્રસ્તાવની માંગ કરીશું.

આપને જણાવી દઇએ કે, એક તરફ કોંગ્રેસનાં સાંસદ દ્વારા આવી પ્રતિક્રિયા આપવામાં આવી, તો બીજી તરફ કોંગ્રેસનાં લોકસભામાં નેતા અધિર રંજન ચૌધરી, દયાનિધિ મારન, માનીકા ટાગોર, એન.કે. પ્રેમાચંદ્રન સહિત અન્ય પક્ષોનાં સાંસદો સહિત 50થી વધુ સાંસદોએ લોકસભાના અધ્યક્ષને પત્ર લખ્યો છે, અને ભારે વિરોધ સાથે માંગ કરી છે કે, ‘નાથુરામ ગોડસેને’ દેશભક્ત ‘કહીને મહાત્મા ગાંધીનું અપમાન કરવા બદલ ગૃહ પ્રજ્ઞા ઠાકુરને સેન્સર કરવાનો નિર્ણય લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.