Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક યુવતીને ઓનલાઈન ફૂડ મંગાવવાનો કડવો અનુભવ થયો છે. યુવતીએ વેજ સેન્ડવીચ મંગાવી હતી પરંતુ નોનવેજ સેન્ડવીચનું પાર્સલ મળતાં યુવતીએ ધર્મ ભ્રષ્ટ થયા હોવાનો આક્ષેપ કર્યો છે. કોર્પોરેશન સામે દંડ વસૂલવાની પણ માગ કરી છે.
અમદાવાદમાં ઓનલાઇન ફુડ ઓર્ડર મંગાવતા લોકો હવે ચેતી જજો. શહેરની યુવતીને ઓનલાઇન સેન્ડવીચ મંગાવવામાં કડવો અનુભવ થયો છે. યુવતીએ ઓનલાઇન પનીર ટીક્કા સેન્ડવીચ મંગાવી હતી, જેની સામે રેસ્ટોરન્ટએ નોનવેજ સેન્ડવીચ મોકલી દીધી. યુવતીએ પિક અપ મિલ્સ બાય થેરા નામની રેસ્ટોરન્ટમાંથી સેન્ડવીચ મંગાવી હતી. જોકે, સેન્ડવીચ ચાખ્યા બાદ નોનવેજ હોવાનું નીકળતાં યુવતી લાલઘૂમ થઈ હતી. નોનવેજ સેન્ડવીચ મળતાં યુવતીએ કોર્પોરેશનને ફરીયાદ કરી કાર્યવાહી કરવા માગ કરી છે. વધુમાં, રેસ્ટોરન્ટને 50 હજારનો દંડ ફટકારવાની પણ માગ કરી છે.
યુવતીએ ઝોમેટોના માધ્યમથી એક રેસ્ટોરન્ટમાંથી રૂપિયા 249ના ભાવની પનીર ટીક્કા સેન્ડવીચ મંગાવી હતી. પરંતુ જે બાદ તેમને જ્યારે ઓર્ડર મળ્યો ત્યારે તે બોક્ષ ખોલતા તેમાંથી નોનવેઝ સેન્ડવીચ મળી હતી. જેને લઈ તેને ધર્મ ભષ્ટ થયાનો આક્ષેપ કરી રૂપિયા 50000નો દંડ વસૂલવાની માગ કરી છે.
આ પણ વાંચો: ઊંચા ભાવ છતાં પણ એપ્રિલમાં સોનાની આયાતમાં જંગી વધારો
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. લીઝધારકોને મિલકત વેચવામાં નિષ્ફળ
આ પણ વાંચો: નિલેશ કુંભાણી આજે ભાજપમાં જોડાય તેવી સંભાવના, પાટિલનું કમલમમાં આગમન