ODI World Cup 2023/ ભારત-પાક. મેચને ધ્યાનમાં રાખી AMCએ આ મહત્વનો નિર્ણય લીધો!

ભારતમાં રમાઈ રહેલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ ધીમે ધીમે ચરમસીમાએ પહોંચી રહ્યો છે.

Top Stories Gujarat Sports
YouTube Thumbnail 97 1 ભારત-પાક. મેચને ધ્યાનમાં રાખી AMCએ આ મહત્વનો નિર્ણય લીધો!

અમદાવાદ: ભારતમાં રમાઈ રહેલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ ધીમે ધીમે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. આ વર્લ્ડ કપની સુપર હોટ મેચ એટલે કે ભારત-પાકિસ્તાન મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, જેના ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકસ્ટ્રા AMTS અને BRTS બસો દોડાવવાનો નિર્ણય લીધો છે.

AMTSની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સ્ટ્રા બસો દોડશે. પૂર્વ અને પશ્ચિમ એમ બંનેના કુલ પાંચ સ્થળોએ જવા 50 બસો મૂકવામાં આવી છે. BRTSની પણ રૂટ ઉપરાંત 22 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી AMTS અને BRTS નાગરિકો માટે ચાલુ રહેશે.

AMTS કમિટિના ચેયરમેને કહ્યું હતું કે મોટેરા- ચાંદખેડા તરફ હાલમાં કુલ 49 બસ દોડી રહી છે. ઉપરાંત એકસ્ટ્રા 50 બસો દોડાવવામાં આવશે. મણિનગર,ઓઢવ, ગીતામંદિર, નારોલ, વાસણા અને ઉજાલા સર્કલ સુધી આ બસો જશે. રાત્રીના મેચ પૂર્ણ થયા બાદ આ લોકેશન પર જવા માટે પ્રેક્ષકોએ 20 રૂપિયા ભાડુ ચૂકવવું પડશે.

અમદાવાદ જનમાર્ગના જનરલ મેનેજર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે ચાંદખેડા- ઝુંડાલના રૂટ પર હાલ 45 BRTSની બસ દોડે છે. ત્યારે મેચના દિવસે વધારાની 22 જેટલી બસ મૂકવામાં આવશે. એટલે કે કુલ કુલ 47 બીઆરટીએસ બસ દોડશે. BRTSની 22 એક્સ્ટ્રા બસો સવારે 11 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી દોડશે.

ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન મેચને લઈને અમદાવાદ શહેર પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. એન્ટી ડ્રોન સિસ્ટમથી સ્ટેડિયમની આસપાસ ચાર કિલોમીટર સુધી બાજ નજર રાખવામાં આવશે. સ્ટેડિયમની બે કિલોમીટર વિસ્તારની રેન્જમાં જો કોઈ ડ્રોન ઉડતું હશે તો તેને તોડી પાડવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 ભારત-પાક. મેચને ધ્યાનમાં રાખી AMCએ આ મહત્વનો નિર્ણય લીધો!


આ પણ વાંચો: મોટી દુર્ઘટના/ પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણ ધસી પડતા 3 શ્રમિકના મોત

આ પણ વાંચો: Bharuch Accident/ રોંગસાઇડથી આવતી ટ્રકે રાઇટ સાઇડવાળાનો ભોગ લીધો

આ પણ વાંચો: Israel Hamas War/ ગાઝામાંથી ચાર લાખ લોકોએ ઘર છોડ્યા, યુદ્ધમાં પ્રતિબંધિત સફેદ ફોસ્ફરસનો ઉપયોગ!