મોટી દુર્ઘટના/ પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણ ધસી પડતા 3 શ્રમિકના મોત

ઘટના રાણીગંજમાં ECLની નારાયણકુરી ખાણમાં બની હતી.

Top Stories India
YouTube Thumbnail 96 1 પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણ ધસી પડતા 3 શ્રમિકના મોત

પશ્ચિમ બંગાળના પશ્ચિમ બર્દવાન જિલ્લાના રાનીગંજ કોલફિલ્ડમાં ઈસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડની ઓપનકાસ્ટ કોલસાની ખાણમાં જમીન ધસી પડતાં 3 શ્રમિકના મોત થયા હતા અને ચાર અન્ય લોકો ગુમ થયા હતા. આ ઘટના રાણીગંજમાં ECLની નારાયણકુરી ખાણમાં બની હતી.

આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટના ડેપ્યુટી કમિશનર (સેન્ટ્રલ) એસએસ કુલદીપના જણાવ્યા અનુસાર ખાણની નીચેથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. તેમણે કહ્યું કે,મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે આસનસોલ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

આસનસોલ (દક્ષિણ)ના સ્થાનિક ભાજપના ધારાસભ્ય અને ફેશન ડિઝાઈનરમાંથી નેતા બનેલા અગ્નિમિત્રા પૌલે બુધવારે મોડી રાતથી ઘટનાસ્થળે મીડિયાને જણાવ્યું કે, સ્થાનિક પોલીસના એક વર્ગ સાથે મળીને આ વિસ્તારમાં ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને કેટલાક ECL અધિકારીઓ સાથે મળીને ગેરકાયદેસર ખાણકામ અને કોલસાની તસ્કરી દુર્ઘટનાના કારણો છે.


whatsapp ad White Font big size 2 4 પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણ ધસી પડતા 3 શ્રમિકના મોત


આ પણ વાંચો: Israel Hamas War/ ગાઝામાંથી ચાર લાખ લોકોએ ઘર છોડ્યા, યુદ્ધમાં પ્રતિબંધિત સફેદ ફોસ્ફરસનો ઉપયોગ!

આ પણ વાંચો: Filmfare Awards/ CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 69માં ફિલ્મફેર એવોર્ડની જાહેરાત, અનેક સ્ટાર્સ રહ્યાં હાજર

આ પણ વાંચો: ODI World Cup 2023/ ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બની શકે છે? જાણો હવામાનનું અપડેટ