ધર્મ પરિવર્તન/ બ્રિટનના રાજદ્વારીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો,ટ્વિટર પર આપી માહિતી

બ્રિટનના રાજદ્વારીએ સાઉદી અરેબિયામાં ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો  છે. તેમણે પોતે જ ટ્વિટર પર આ વાતનો ખુલાસો કર્યો છે અને મદીનાથી તેમની તસવીર પણ શેર કરી છે

Top Stories World
briten બ્રિટનના રાજદ્વારીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો,ટ્વિટર પર આપી માહિતી

બ્રિટનના રાજદ્વારીએ સાઉદી અરેબિયામાં ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો  છે. તેમણે પોતે જ ટ્વિટર પર આ વાતનો ખુલાસો કર્યો છે અને મદીનાથી તેમની તસવીર પણ શેર કરી છે. જેદ્દાહમાં બ્રિટિશ કોન્સ્યુલ જનરલે તેમનું નામ બદલીને સૈફ-અશર રાખ્યું.

અશરની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ શેર થઇ રહી છે જેમાં તે મદિનાની અલ નબી મસ્જિદમાં ઉભા જોવા મળી રહ્યા છે. તેમના ટ્વિટમાં અશરે લખ્યું, ‘હું મારા પ્રિય શહેર મદીના પરત ફરીને અને પ્રોફેટની મસ્જિદમાં સવારની નમાજ અદા કરીને ખૂબ જ ખુશ છું.’

અશરે એમ પણ લખ્યું હતું કે તેમને આશા છે કે બ્રિટિશ મુસ્લિમો મદીના પાછા ફરશે. તેમણે લખ્યું, ‘કોરોના સંકટ પહેલા અહીં દર વર્ષે એક લાખથી વધુ પ્રવાસીઓ આવતા હતા. મને ખાતરી છે કે સાઉદી અરેબિયામાં સતત થઈ રહેલા પ્રભાવશાળી વિકાસ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ સંખ્યામાં વધુ વધારો થશે.

અશર ઈસ્લામ અંગીકાર કરનાર પ્રથમ બ્રિટિશ રાજદ્વારી નથી. અગાઉ, સાઉદી અરેબિયામાં બ્રિટિશ રાજદ્વારી કોલિસે પણ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને 2016માં હજ કરી હતી. કોલિસે કહ્યું હતું કે, “30 વર્ષ સુધી મુસ્લિમ સમુદાયો વચ્ચે રહ્યા પછી અને હુદા સાથે લગ્ન કર્યા પહેલા, મેં ઇસ્લામ સ્વીકાર્યો હતો