મહારાષ્ટ્ર/ પુણેની સેનિટાઈઝર બનાવતી ફેક્ટરીમાં આગ, 12 લોકોના મોત, ઘણા હજુ ગુમ

મહારાષ્ટ્રના પુનામાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટી આગ લાગી હતી. આ ફેક્ટરી પુણેના ઘોટાવાડે ફાટા વિસ્તારમાં આવેલી છે. આ આગમાં 12 થી વધુ લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories India
paardi 2 પુણેની સેનિટાઈઝર બનાવતી ફેક્ટરીમાં આગ, 12 લોકોના મોત, ઘણા હજુ ગુમ

મહારાષ્ટ્રના પુનામાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટી આગ લાગી હતી. આ ફેક્ટરી પુણેના ઘોટાવાડે ફાટા વિસ્તારમાં આવેલી છે. આ આગમાં 12 થી વધુ લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા લોકો લાપતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.  કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગ ઉર્વડે ગામમાં આવેલી એસવીએસ એક્વા ટેકનોલોજીઝમાં લાગી હતી. આ એક સેનિટાઈઝર બનાવતી  કંપની છે. આ સિવાય, કંપની અન્ય રસાયણોનું ઉત્પાદન અને સપ્લાય કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેમિકલ ફેક્ટરી હોવાને કારણે આગને કાબૂમાં લેવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ હતી.

પીએમઆરડીએ (પુણે મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી) ના ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે એસવીએસ એક્વા ટેકનોલોજીસ પ્લાન્ટમાં આગને કાબૂમાં લેવા ઓછામાં ઓછા છ ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા. કંપનીના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગ પછી કેટલાક કર્મચારી પણ ગુમ થયા હતા.આવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આગ લાગી ત્યારે 30 થી વધુ કર્મચારીઓ ત્યાં હાજર હતા.