કેન્દ્રીય કેબિનેટે દેશના 100 શહેરોમાં ઈ-બસ ચલાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. તેના પર 77,613 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું વર્ણન કરતા કહ્યું કે પીએમ ઈ-બસ સેવાને મંજૂરી આપવામાં આવી છે. આ માટે દેશભરમાં લગભગ 10,000 નવી ઈલેક્ટ્રિક બસો આપવામાં આવશે. આ સાથે કેન્દ્રીય કેબિનેટે વિશ્વકર્મા યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. બીજી તરફ કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુધવારે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને પણ લીલી ઝંડી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બ્રીફમાં જાહેરાત કરી કે સરકારે રૂ. 57,613 કરોડના ઈલેક્ટ્રિક બસ સર્વિસ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટમાં 20,000 કરોડ રૂપિયાનું યોગદાન આપશે. આ બસો ભારતના 100 શહેરોમાં દોડશે. આ ઉપરાંત અનુરાગે કહ્યું કે ચેલેન્જ મેથડ દ્વારા શહેરોની પસંદગી કરવામાં આવશે. આ યોજના 2037 સુધી ચાલશે