કૃષિ આંદોલન/ આંદોલન ઉગ્ર બનતા દિલ્હી-એનસીઆરનાં ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ

રાજધાની દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે.

India
police attack 2 આંદોલન ઉગ્ર બનતા દિલ્હી-એનસીઆરનાં ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ

રાજધાની દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. દરમિયાન, રાત્રે 12 વાગ્યા સુધી દિલ્હી-એનસીઆરનાં ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, પોલીસનું કહેવુ છે કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અફવાઓ ફેલાવીને પરિસ્થિતિને વધુ બગાડવાનો પ્રયાસ કરી શકાય છે. આવા કોઈ પ્રયાસને અટકાવવા નાંગલોઇ, સિંઘુ બોર્ડર, યુપી ગેટ, ટિકરી, ગાઝીપુર બોર્ડર, મુકરબા ચોક જેવા વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરાયું છે. આને કારણે આ વિસ્તારોમાં સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે 26 જાન્યુઆરીએ સિંઘુ, ગાઝીપુર, ટિકરી, મુકરબા ચોક, નાંગલોઇ અને દિલ્હી સાથે જોડાયેલા વિસ્તારોમાં ભારતીય ટેલિગ્રાફ એક્ટ, 1885 ની કલમ 7 હેઠળ અને જાહેર સલામતીની સ્થાપના અને આવશ્યકતા માટે ઇન્ટરનેટ સર્વિસ પર 11:59 વાગ્યા સુધી પ્રતિબંધ મુકાયો છે.

ટેલિકોમ ઓપરેટર્સ તરફથી પોતાના ગ્રાહકોને આ સંબંધમાં મેસેજ મોકલવામા આવી રહ્યા છે. તેમાં જણાવાયું છે કે, “સરકારનાં આદેશ મુજબ તમારા વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે તમે આ સેવાઓનો ઉપયોગ કરવામાં અસમર્થ છો. સરકારની સૂચના મળ્યા પછી જ આ સેવાઓ શરૂ થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો